________________
૩૪
શ્રાદ્ધગુણ વિવરણ. પણ પુચનાઅથી પુરૂએ ગ્રહણ કરવું નહીં. જે કાંઈદ્રવ્ય ખેટાં માપ અને ત્રાજવાંથી. ઉપાર્જન કરાય છે તે દ્રવ્યપ્રથમવામાં આવે છે, પણ ઉષ્ણ પાત્રમાં પડેલા જળબિંદુની પિઠે પાછલથી જોવામાં આવતું નથી. દાક્ષિણ્યતાથી કેઈના જામીન કે સાક્ષી થવું નહીં. અને જ્યાં ત્યાં (પોરા નહીં. જે પુરૂષ જુગારથી અને કીમીયાદિકના પ્રયોગથી દ્રવ્યની ઈચ્છા રાખે છે, તે પુરૂષ મેશના કૂચડાથી પિતાનું ઘર ધોળું કરવાની ઈચ્છા કરે છે. આ લેકમાં પ્રાયે કરી લેભની આકુળતાથી ઘણા આરંભેવાળે, અને શ્રાવકને અનુચિત એ બે પગવાળાં અને ચારપગવાળાં પ્રાશુઓને તેમજ લેટું, ગાળી, તલ, વિગેરે ખરાબ પદાર્થને વેપાર, તથા યંત્રકમંદિક હલકે વેપાર કરવાથી અને ધર્મકાર્યના ખર્ચમાં સંક્ષેપ વિગેરે કરવાથી ધનની વૃદ્ધિ થતી નથી. કારણ કે દ્રવ્યની વૃદ્ધિ તે શુભકર્મોથી પુષ્ટ થયેલા ધર્મને અનુસારે રહેલી છે. કહ્યું છે કે –
યાનુસારી વિદ્યા, લક્ષ્મી પુણાનુરારિણી,
दानानुसारिणी कीर्तिः, बुधिः कर्मानुसारिणी॥१॥" શબ્દાર્થ – વિદ્યા ઉઘમને અનુસાર પ્રાપ્ત થાય છે. લક્ષ્મી (પૂર્વ) પુન્યને અનુસારે મળે છે, કીર્તિ દાનને અનુસારે પ્રસરે છે અને બુદ્ધિકર્મોને અનુસાર થાય છે. ૧
ભાવાર્થ—“થનાનુણારિણી વિદ્યા–વિદ્યા યત્નસાધ્ય છે છતાં કેટલાએક પુરૂ કર્મને દેષ કાઢી અભ્યાસ કરવામાં પ્રમાદી થાય છે. પરંતુ પ્રમાદ નહીં કરતાં આત્મામાં તિભાવે રહેલાં મતિ અને શ્રુતજ્ઞાનને રેપ કરનાર મતિ અને શ્રુતજ્ઞાનાવરણીય કર્મને આત્મપ્રદેશથી દૂર કરવા પ્રયત્ન કરે.
જ્યારે પ્રયત્ન ક્ય શિવાય જ્ઞાન (વિદ્યા) પ્રગટ થવાનું નથી, ત્યારે તેને નાશ કરવા માટે શે પ્રયત્ન કરે જોઈએ કે જેથી વિદ્યા (જ્ઞાન) પ્રાપ્ત થાય? આ પ્રમાણે કઈ આશંકા કરે તેના પ્રત્યુત્તરમાં જણાવવાનું કે, પુસ્તક સંરક્ષણ, જીર્ણ પુસ્તકેદ્ધાર, પુસ્તકના નવીન ભંડાર, જ્ઞાનપંચમ્યાદિનું આરાધન, તપસ્યા, જ્ઞાનાભ્યાસને સહાય, લેકેપગી નવીન પુરત કેની રચના અને જ્ઞાન તથા જ્ઞાનીને વિનય બહુમાન કરવારૂપ પ્રયત્નથી મતિ અને શ્રુતજ્ઞાનાવરણીય કર્મને ક્ષય કે ક્ષયોપશમ થાય છે. માટે ઉપરોક્ત સર્વ કાર્ય અંતકરણની ખરી લાગણી પૂર્વક કરવાથી અને સતત્ વિદ્યાભ્યાસ ચાલુ રાખવાથી વિદ્યા પ્રાપ્ત થતાં વિલંબ થતું નથી, વિદ્યા તે શું પણ ખાસ તુષ મુનિ કે