________________
શ્રાદ્ધગુણ વિવરણ
તે શ્રેષ્ઠીએ કોઈએ વેચવા લાવેલા ઘીનું પિતે માપ કરતાંતે ઘીને અખૂટ દેખી ઘીના ભાજન નીચે કાળા ચિત્રકની ઈઢણી છે, એમ નિશ્ચય કરી તે ઈંઢણીને કોઈ પણ કપટથી ગ્રહણ કરી લીધી. એવી રીતે કપટથી ખોટાં ત્રાજવાં અને માપના વેપાર વિગેરેથી પાપાનુબંધિપુણ્યના બળે કરી વેપારમાં તત્પર રંક ઋષિને ઘણું દ્રવ્ય મળ્યું.
એક વખતે કઈ સુવર્ણની સિદ્ધિ કરનાર તે રંક શ્રેષ્ટિને મળ્યો. તેને પણ કપટવૃત્તિથી ઠગી લીધો અને તેની સુવર્ણ સિદ્ધિ ગ્રહણ કરી લીધી. એવી રીતે ત્રણ પ્રકારની સિદ્ધિથી તે કાફ અનેક કટિ ધનને સ્વામી થયે, પરંતુ અન્યાયથી પ્રાપ્ત થયેલા વૈભવના સેવનથી પૂર્વે નિર્ધન હતું તેથી અને પછી ધનની સંપત્તિ થઈ તેની આસક્તિને લઈ કઈ પણ તીર્થમાં, સત્પાત્રમાં અને અનુકંપાના સ્થાનમાં પિતાની લક્ષ્મીને ત્યાગ તે દૂર રહે પણ ઉલટે સંપૂર્ણ લેકેને ઉચ્ચાટન કરવા, નવા નવા, કરેનું વધારવું, અહંકારનું પિષણ અને બીજા શ્રીમતની સ્પર્ધા તથા અદેખાઈ વિગેરેથી સર્વ ભૂતને સંહારરૂપ કાલરાત્રિ જેવી તે કાકૂ પિતાની લમી લોકેને દેખાડતું હતું. તે પછી કઈ વખતે પિતાની પુત્રીની રત્નથી જડેલી કાંસકી રાજાએ પિતાની પુત્રી માટે માગી પરંતુ તેણે આપી નહિ, તેથી બળાત્કારથી હરણ કરી લીધી. તે વિધથી પિતે સ્વેચ્છના દેશમાં જઈ કટિ સુવર્ણ આપી મુગલેને લાગ્યું. તે મુગલોએ દેશને નાશ કર્યો છતે તે રંક વણિકે રાજાના સૂર્યમંડળથી આવતા અશ્વના રક્ષકને લાંચ આપી ફેડ્યા અને બેટે પ્રપંચ કરાવ્યું. પૂર્વતે રાજા સૂર્યના વરદાનથી પ્રાપ્ત થયેલા દિવ્ય ઘોડા ઉપર ચડતે તે પછી સંકેત કરેલા પુરૂષે પાંચ શબ્દના વાત્રે વગાડતા, પછી ઘેડે આકાશમાં જતે તેના ઉપર આરૂઢ થયેલે રાજા શત્રુઓને માતે, અને સંગ્રામ પૂર્ણ થતાં ઘેડ સૂર્યમંડળમાં પ્રવેશ કરતે; પણ આ વખતે રંક શ્રેષિએ ફેડેલા પંચ શબ્દ વાત્ર વગાડનારાઓએ રાજાને ઘોડા ઉપર સ્વાર થતાં પહેલાં પંચ શબ્દ વાત્રને નાદ કર્યો એટલે ઘોડે ઉડીને ચાલ્યા ગયા, તે વખતે હવે શું કરવું એવા વિચારથી મૂઢ થયેલા શિલાદિત્ય રાજાને તે મુગલેએ મારી નાંખ્યું. તે પછી સુખે કરી વલ્લભીપુરીને ભંગ કરાવ્યો. કહ્યું છે કે—
"पण सयरी वाससयं, (वासा)तिन्नि सयाई अश्कमेऊणं । विकमकालाओ तो, वसनीनंगो समुप्पन्नो ॥१॥"