________________
શ્રાદ્ધગુણ વિવરણ.
१७ શબ્દાર્થ–દાનથી ધનસાર્થવાહ કલ્પવૃક્ષ, ચિંતામણિ અને કામધેનુના મહિને માની તુલના કરનાર સભ્યત્વને પ્રાપ્ત કર્યું હતું, ૧૩
અથવા નદિષેણ વિગેરેના દષ્ટાંતની પેઠે–જેમ કેઈક ગામમાં દ્રવ્યના સમૂહે કરી કુબેરની સાથે સ્પર્ધા કરનાર કેઈ બ્રાહ્મણે યજ્ઞના પ્રારંભમાં એક લાખ બ્રાહ્મણને જમાડવાને પ્રારંભ કર્યો. તેની અંદર દાનની રૂચિવાળા કેઈન બ્રાહ્મણને લાખ બ્રહ્મભેજન પૂર્ણ થયે અવશેષ રહેલ તંદુલ અને ઘી પ્રમુખ હું તને આપીશ, એવી પ્રતિજ્ઞા કરી તેને સહાય કરવા માટે રાખે. અનુક્રમે લક્ષ બ્રહ્મભેજન પૂર્ણ થતાં અવશેષ રહેલું તંદુલ વિગેરેને નિર્દોષ અને ન્યાયથી પ્રાપ્ત થયેલું માની તે નિર્ધન જૈન બ્રાહ્મણે વિચાર કર્યો કે જે આ (અનાદિક) કોઈ પણ સત્પાત્રને આપવામાં આવે તે ઘણું ફળ થાય. કહ્યું છે કે
ન્યાયથી પ્રાપ્ત થયેલાં અને કલ્પનીય એવાં અન્નપાનાદિક દ્રવ્યનું પરમ ભક્તિ અને આત્માને ઉપકાર થશે એવી બુદ્ધિએ સાધુઓને જે દાન આપવું તેને મેક્ષફળ આપનારે અતિથિસંવિભાગ કહે છે.”
તે પછી તે બ્રાહ્મણે દયા તથા બ્રહ્મચર્ય પ્રમુખ ગુણવાળા કેટલાએક પિતાના) સ્વધર્મીઓને ભોજન માટે નિયંત્રિત કર્યા. તે સાધમીઓના ભજન અવસરે એક મહિનાના ઉપવાસના પારણે કઈ મહાવ્રતધારી મુનિ આવી પહોંચ્યા. આ સાધમીએથી આ યતિ ઉત્તમ પાત્ર છે એ નિશ્ચય કરી તે બ્રાહ્મણે બહુમાન તથા શ્રદ્ધાપૂર્વક તે મુનિને અન્નપાન વિગેરે આપ્યું. જે કારણથી કહ્યું છે કે–
" मिथ्यादृष्टिसहस्त्रेषु वरमेको ह्यणुव्रती। अणुव्रतिसहस्रेषु वरमेको महाप्रती ॥ १४॥ महावतिसहस्रेषु वरमेको हि तात्त्विकः । तात्त्विकेन समं पात्रं न नूतं न नविष्यति" ॥ १५ ॥ શબ્દાર્થ—“હજારે મિથ્યાદ્રષ્ટિઓથી એક અણુવ્રતધારી[શ્રાવક] શ્રેષ્ઠ ગણાયછે. હજારે અણુવ્રતધારીઓથી એક મહાવ્રતધારી(સાધુ) શ્રેષ્ઠ ગણાય છે ૧૪
હજાર મહાવ્રતધારીઓથી એક તત્વવેત્તા શ્રેષ્ઠ ગણાય છે, તત્વવેત્તાની સમાન [ ઉત્તમ ] પાત્ર થયું નથી અને થવાનું નથી, જે ૧૫