________________
૨૦૦
દ્વાશિત ગુણવર્ણન તે પછી ઈર્ષાવાળા રાજાએ તે મંત્રિને પદભ્રષ્ટ કર્યો. ત્યારબાદ કઈ વખતે રાજપાટિકાથી પાછા ફરેલા રાજાએ દુર્દશાવાળો એકાકી અને ઉપાયરહિત એવા મંત્રિને જોઈ ગુસ્સાથી તેનો વધ કરવા માટે મહાવત દ્વારા તેની તરફ હાથીને પ્રેર્યો. તે જોઈ મંત્રિએ કહ્યું કે જ્યાં સુધી હું કાંઈક બેલું છું ત્યાંસુધી મહારા તરફ આવતા હાથીને રેકી રાખ. તેના વચનથી મહાવત તે પ્રમાણે કરે છતે ઉમાપતિ ધર મંત્રિએ કહ્યું કે– नग्नस्तिष्ठति धूलिधूसरवपुर्गोपृष्ठिमारोहति,
व्यालैः क्रीडति नृत्यति स्रवदसृग् चर्मोद्वहन् दन्तिनः। आचाराबहिरेवमादिचरितैराबद्धरागो हरः,
सत्यं नोपदिशन्ति यस्य गुरवस्तस्येदमाचेष्टितम् ॥८॥
શબ્દાર્થ –મહાદેવ નાનપણે રહ છે, ધૂળથી મલિન શરીરવાળો વૃષભ આ રોહન કરે છે, સર્પો સાથે ક્રીડા કરે છે, લેહીથી ટપકતા હાથીના ચામડાને ધારણ કરી નાચે છે, ઈત્યાદિ ચ એ કરી આચારથી બહાર થયેલ અને રાગમાં આ સક્ત રહે છે તે ખરેખર સત્ય છે. કારણકે જેને ગુરૂઓ ઉપદેશ આપતા નથી તેનું આચરણ આવું જ હોય છે. તે ૮
એ પ્રમાણે તે મંત્રિના જ્ઞાનરૂપ અંકુશથી મનરૂપ હાથી વશ થવાને લીધે પિતાના ચરિત્રેથી કાંઈક પશ્ચાતાપ કરતા અને પિતાના આત્માની ઘણી નિંદા કરતા રાજાએ ધીમે ધીમે તે વ્યસનને ત્યાગ કરી તે ઉમાપતિધરને ફરિથી મંત્રિપદ ઉપર સ્થાપન કર્યો.
હવે ગ્રંથકાર પ્રસ્તુત ગુણની સમાપ્તિ કરતાં સામ્ય પુરૂષને જ ધર્મો અધિકારી કહે છે –
एवं सौम्यः सुखासेव्यः सुखप्रज्ञाप्य एव च। यतो भवेत्ततो धर्माधिकारेऽधिकृतो बुधैः॥ ९॥
શબ્દાર્થ –ઉપર જણાવેલાં બને ઉદાહરણથી સ્પષ્ટ સમજી શકાય છે કે સમ પુરૂષ સુખેથી સેવા કરવા લાયક અને સુખેથી પ્રતિબંધ કરવા લાયક હેય છે, તેથી પંડિત પુરૂષાએ સૈશ્ય પુરૂષને જ વિશેષ ધર્મને અધિકારી ગ છે.લા
// તિ દૂર્ગા : ૨૭