________________
૨૦૮
શ્રાદ્ધગુણ વિવરણ, છતાં તું નીચને આશ્રય લે તેમાં હારી હલકાઈ છે. ૪આ કાવ્યમાં પણ શકરને ઉદ્દેશ રાજાને પ્રતિબંધ કર્યો છે.
छिन्ते ब्रह्मशिरो यदि प्रथयति प्रेतेषु सत्यं यदि क्षीबः क्रीडति मातृभिर्यदि रतिं धत्ते श्मशाने यदि । - स्पृष्ट्वा संहरति प्रजा यदि तथाऽप्याधाय भक्त्या मनस्तं सेवे करवाणि किं त्रिजगती शून्या स एवेश्वरः ॥ ५॥
શબ્દાર્થ – યદ્યપિ મહાદેવ બ્રહ્માના મસ્તકને છેદે છે, પિશાચેની અંદર ખરેખર પ્રસિદ્ધિ પામે છે, ઉન્મત્ત થઈ માતાઓ સાથે ક્રીડા કરે છે, મશાનમાં પ્રીતિ રાખે છે અને પ્રજાઓને બનાવી સહાર કરે છે તો પણ નિરૂપાયે કરવું શું ? ઇશ્વર તેજ છે તેના વિના ત્રણે જગત સૂનાં છે માટે તેનામાં ભક્તિથી મનને સ્થાપન કરી હું તે મહાદેવની સેવા કરું છું. અર્થાત ઉપર જણાવેલા અપવાદથી પરિપૂર્ણ હેવા છતાં જગતના ઇશ્વર હોવાને લીધે મારે નાઈલાજે આદર કરે પડે છે કે પા આ કાવ્યમાં પણ શંકરને ઉદ્દેશી રાજાને બોધ કર્યો છે. सदृत्तसद्गुणमहार्हमहर्घ्यमूल्य कान्ताघनस्तनतटो
વિત વાસમૂને ! आः पामरीकठिनकण्ठविलग्न भन्न! हा हार! हा
रितमहो ! भवता गुणित्वम् ॥ ६ ॥ શબ્દાર્થ:-શ્રેષ્ઠ ગોળ આકૃતિવાળા, શ્રેષ્ઠ ગુણ (ર) વાળા, લાયકાતવાળા, મોટી કિંમતવાળા અને સુંદર સ્ત્રીઓના પુષ્ટ સ્તન ઉપર એગ્ય રીતે રહેલી મનહર મૂર્તિવાળા હે હાર ! મને આશ્ચર્યજનક ખેદ થાય છે કે એક ગરીબડીના કઠોર ગળામાં વળગી ભગ્ન થએલા તેં હારૂં ગુણિપણું ગુમાવી દીધું છે. તે ૬ આ કાવ્યમાં તો હારને ઉદ્દેશી રાજાને બેધ કર્યો છે.
કોઈ એક પ્રસંગે સભામાં તે કેને જોઈ અને તેના અર્થને બોધ થવાથી રાજામંત્રિ ઉપર અંતરંગમાં દ્વેષ ધારણ કરવા લાગ્યો. કહ્યું છે કે
प्रायः संप्रति कोपाय सन्मार्गस्योपदर्शनम् ।
विलूननासिकस्येव भवेदादर्शदर्शनम् ॥ ७॥ શબ્દાર્થ –જેમ નાટ્ટાને પણ દેખાડવું તે ઘણું કરી કેપ માટે થાય છે તેમ સાંપ્રતકાળમાં સન્માર્ગને ઉપદેશ આપવો તે પણ ઘણું કરીને કેપ માટેજ થાય છે. . ૭ છે.