________________
૨૦૭
દ્વાત્રિશતગુણ વર્ણન ગડદેશમાં લક્ષણવતી નામની નગરીમાં સંપૂર્ણ બુદ્ધિના ભંડારરૂપ ઉમાપતિધર નામના મંત્રિથી જેના રાજ્યની ચિંતા કરાય છે એ લક્ષ્મણસેન નામને રાજા ઘણા કાળ સુધી રાજ્ય કરતા હતા. જેમ મદાન્ય થયેલે હાથી હાથણીને સંગ કરવાથી કાદવમાં ફસી પડે છે તેવી રીતે તે રાજા મદેન્મત્ત ગજઘટાના સંસર્ગથી જાણે મદાંધ ન થયો હોય તેમ ચંડાલનીના સંસર્ગરૂપ કાદવમાં ફસી ગયે હતે. અર્થાત્ ચંડાલનીની સાથે વિષયસુખમાં મગ્ન થયે હતે. આ વૃત્તાંત ઉમાપતિધર નામના મંત્રીના જાણવામાં આવ્યું હતું. પરંતુ પોતાના સ્વામિની ક્રૂર પ્રકૃતિ હોવાથી સાક્ષાત્પણે પ્રતિબોધ કરે અશક્ય છે એમ વિચાર કરી તે રાજાને બીજા પ્રકારથી પ્રતિબંધ કરવા માટે સભા મંડપના પાટડા ઉપર મંત્રીએ ગુપ્તપણે નીચેનાં અન્યક્તિગર્ભિત કાવ્યો લખ્યાં -
शैत्यं नाम गुणस्तवैव तदनु स्वभाविकी स्वच्छता किं ब्रुमः शुचितां ब्रजन्त्यशुचयः स्पर्शात्तवैवापरे ।
किश्चातः परमस्ति ते स्तुतिपदं त्वं जीवनं देहिनां त्वं चेन्नीचपथेन गच्छसि पयः ! कस्त्वां निरोध्धुं क्षमः ॥३॥
શબ્દાથી–હે જળ ! મુખ્યપણે શીતલતા ગુણ તારેજ છે. તો પછી તારી સ્વાભાવિક સ્વચ્છતા માટે અમો કઈ વર્ણન કરી શકતા નથી. કારણ કે તારા સ્પર્શ માત્રથીજ બીજા અશુચિ પદાર્થો પવિત્રતાને પ્રાપ્ત થાય છે. અને તું પ્રાણુ માત્રાનું જીવિતવ્ય છે. આથી વધારે તારી સ્તુતિ શું હોઈ શકે? આ પ્રમાણે હારામાં ગુણે હેવા છતાં તું નીચ માર્ગે જતું હોય તે તેને રોકવા કેણ સમર્થ થાય ? કા આ કાવ્યમાં જળને ઉદ્દેશી રાજાને બેધ આપે છે.
त्वं चेत्संचरसे वृषण लघुता का नाम दिग्दन्तिनां व्यालैः कङ्कणभूषणानि तनुषे हानिन हेम्नामपि ।
मूर्धन्यं कुरुषे जडांशुमयशः किं नाम लोकत्रयीदीपस्याम्बुजबान्धवस्य जगतामीशोऽसि किं ब्रूमहे॥४॥
શબ્દાર્થ હે શંકર ? જો તું વૃષભ (બળદ.) ઉપર બેસી ગમન કરે છે તેથી હાથીની હલકાઈ શી ! વળી જે તે સપૅવડે કંકણુરૂપ આભૂષણેને બનાવે છે તેથી સુવર્ણની હાનિ શી? અને જો તું મસ્તક ઉપર ચંદ્રને ધારણ કરે છે તેથી ત્રણ જગતમાં દીપક સમાન સૂર્યને અપયશ શેને? તું જગતનો ઈશ છે તેથી અમે વધારે શું બોલી શકીએ? અર્થાત હસ્તિ સુવર્ણ અને સૂર્ય જેવાં ઉત્તમ સાધનો હેવા