________________
એકત્રિ‘શણ વર્ણન.
૨૦૩
શબ્દા :—જે દયાળુ પુરૂષા પાતાના પ્રાણાએ કરી બીજાના પ્રાણાનું રક્ષણ કરે છે તેવા દુલ ભ તેમજ દેવતાઓથી સ્તુતિ કરાએલા પવિત્ર પુરૂષા બે ત્રણ અર્થાત્ ગણ્યા ગાંઠ્યા હૈાય છે. ॥ ૫ ॥
જેમ વિક્રમાદિત્ય નામના રાજા હતા. તેની કથા આ પ્રમાણે છે.—
એક વખતે અશ્વથી હરણ કરાએલા અને તૃષાથી પીડિત થએલા વિક્રમ રાજા અરણ્યમાં પાણીની તપાસ કરતા હતે. તેટલામાં કાઇએક ગુફામાં કાદવવાળા તલાવડાની અંદર ખુંચી ગએલી અને દુળ એવી એક ગાય તેના જોવામાં આવી. આંસુથી ખરડાએલી આંખેાવાળી ગાયે પણ રાજાને જોઇ ખરાડા પાડ્યા. તે સાંભળી દુ:ખિ થએલા પ્રાણીઓનું રક્ષણ કરવામાંજ ધ્યાન આપનાર રાજાએ પણ તેને મહાર ખેંચી કાઢવા માટે અનેક ઉપાયા કર્યો પરંતુ કાઇ પણ રીતે ગાય બહાર નીકળી શકી નહીં અને રાત્રિ થઈ ગઇ. તેટલામાં કાઈ પણુ સ્થળથી એચિતા એક ભૂખ્યા સિંહ તે ગાયનું ભક્ષણ કરવા માટે આવ્યા અને સિંહનાદ કરવા લાગ્યા. તે જોઈ દયાથી સ્નિગ્ધ હૃદયવાળા વિક્રમરાજા વિચાર કરવા લાગ્યા કે જો આ દુર્ગંળ અને ભયથી વ્યાકુળ થએલી ગાયને હું અહિંયા મૂકીને ચાલ્યા જઈશ તેા આ ગાયને સિંહ જલદી મારી નાંખશે. દુર્બળ, અનાથ, ભયભીત હૃદયવાળા અને ખીજાએથી પરાભવ પામેલા સઘળા પ્રાણીઓના આશ્રય પાર્થિવજ હોય છે. તે હેતુથી મ્હારા પ્રાણાના નાશ થાય તા પણ મારે આ ગાયનું રક્ષણ કરવુ જોઇએ. એ પ્રમાણે વિચાર કરી તલવારને ઉગામી ગાયની પાસે ઉભા રહ્યો. રાત્રિમાં ટાઢ અને ભયથી ગાય કંપવા લાગી એટલે રાજાએ પેાતાના વસ્ત્રોએ કરી તેણીને ઢાંકી દીધી. આ તરફ સિ'હુ ગાયની સામે ફાળા મારે છે. રાજા તેને તલવારથી ડરાવે છે. એવા પ્રકારના વૃત્તાંત થએ છતે તે ઠેકાણે વડ ઉપર બેઠેલા એક પાપટ ખેલે છે કે હે માલવેશ્વર ! પેતિાના સ્વભાવેજ આજ કે કાલ મરી જનાર આ ગાયને માટે ત્હારા પેાતાનાં પ્રાણાને 'શ્યા માટે અર્પણ કરે છે ? ત્હારી ઈચ્છા પ્રમાણે અહીંથી ચાલ્યા જા અથવા તા આ વડ ઉપર જલદી ચડી જા. રાજાએ તેના ઉત્તરમાં જણાવ્યું કે-હે શુકરાજ ! તમારે આ પ્રમાણે ખેલવું ન જોઇએ. કેમકે--મીજાના પ્રાણાએ કરી પેાતાના પ્રાણાનુ રક્ષણ સઘળા પ્રાણીઓ કરે છે. પરંતુ પાવાના પ્રાણાએ કરી ખીજાના પ્રાણેાનું રક્ષણ કરનાર એક જીમૂતવાહનજ છે. જેમ સૂર્યના ઉદય થવાથી સૂર્યકાંત મણીએ કાંતિયુક્ત થાય છે, તેમ એક દયાથીજ સત્ય વિગેરે તમામ ગુણા ફળયુક્ત થાય છે. અર્થાત્ સૂર્યકાંત મણીએ સૂર્યંના અસ્તિત્વ સિવાય પેાતાના ગુણાને પ્રકાશમાં લાવી શકતી નથી તેવી રીતે સઘળા ધર્મોમાં પ્રધાનપદ ભાગવનારી દયા શિવાય સત્ય પ્રમુખ ગુણ્ણા સ્કુરાયમાન થતા નથી. તેમજ ધર્મરૂપ કલ્પવૃક્ષનું ખીજ; સમગ્ર જગા પ્રાણીઓને સુખ આપનાર અને અનત દુ:ખાના નાશ કરનાર જો કાઈ હાય તા તે એક દયાજ છે. એક નાયક વગરનું સૈન્ય