________________
૨૦૪
શ્રાદ્ધગુણ વિવરણ,
નકામું ગણાય છે, તેમ દેવગુરૂની ચરણાપાસના, તપસ્યા, ઇંદ્રિયાના નિગ્રહ, દાન આપવુ અને શાસ્ત્રોનું અધ્યયન કરવું એ સઘળું એક યા વિના નિષ્ફળ ગણાય છે. જો આજ કે કાલ અથવા કાળાંતરે મૃત્યુ થવાનુ છે એવા નિશ્ચય જ છે તેા પછી એક મ્હારા પોતાના નાશ થયાથી ઘણા પ્રાણીઓના પ્રાણાનું રક્ષણ થતુ હાય તા શુ એટલાથી ખસ નથી ? આ હેતુથી મ્હારા પ્રાણાને પણ અણુ કરી આ ગાયને બચાવવી ચેાગ્ય છે. એવા નિશ્ચય કરી રાજાએ આખી રાત તે ગાયનું રક્ષણ કર્યું. પ્રાત:કાળમાં સૂર્યોદય થતાં સિંહ, ગાય કે પોપટને દેખ્યા નહીં. કેવળ પેાતાને જોઇ મનની અંદર આશ્ચય અને તર્કવિતર્ક કરે છે તેટલામાં એ દેવાને પોતાની આગળ જોયા. વિસ્મય હૃદયવાળા તે એ ધ્રુવે પણ આ પ્રમાણે ખેલ્યા-સાંપ્રત કાળમાં પૃથવી ઉપર સખાવત કરનાર અને જાગરૂક એવી દયા પ્રમુખગુણેાએ કરી શુદ્ધિ કરનાર વિક્રમ રાજાના જેવા કેઇ બીજો પુરૂષ નથી. એ પ્રમાણે દેવાની સભામાં ષિત થએલા સાક્ષાત્ ઇંદ્ર પોતે જ તમારી કીર્ત્તિની પ્રશંસા કરે છે. માટે હે નરદેવ ! તને ધન્ય છે. હારી પરીક્ષા કરવા માટે સિહ, ગાય અને પોપટનાં રૂપે કરી અમે બન્ને દેવાએ દેવમાયા દેખાડી હતી. તારી દયા રસિકતા ઈંદ્રના વણું નથી પણ હજાર ગણી અમાએ જોઇ. માટે વર માગા. રાજા કંઈપણ ઈચ્છતા નથી. તે પછી તે અન્ને દેવા રાજાને કામધેનુ ગાય આપી પાતાના સ્થાને ચાલ્યા ગયા. ખુશી થએલા રાજા પણ કામધેનુ ગાયને સાથે લઈ નગરીની સન્મુખ આવે છે. તેવામાં રસ્તાની અંદર એક ખાળકવાળા બ્રાહ્મણે રાજાને કહ્યું કે હે દુ:ખી પ્રાણીઓના દુ:ખને હરનાર વિક્રમ નરેશ! આ બાળકની માતા મરી ગઈ છે. હવે આ ખાલક દુધ વગર રહી શકતા નથી. ઘરમાં લક્ષ્મીના અભાવ હાવાથી હું ગાય મેળવી શકતા નથી. તેથી હું દુઃખી છુ. આ ખીના સાંભળી દયાથી સ્નિગ્ધ હૃદયવાળા રાજાએ બ્રાહ્મણને કામધેનુ ગાયને આપી દઈ પાતાના સ્થાનને ભૂષિત કર્યું.
હવે ગ્રંથકાર મહારાજ પ્રસ્તુત ગુણુની સમાપ્તિ કરતાં ઉપદેશ આપે છે— एवं दयारसोल्लास धर्म साम्राज्यशालिनः ।
संपदः सर्वतोवक्ष्यि सदा भाव्यं दयालुना ॥ ६ ॥ શબ્દા :—એ પ્રમાણે સ` ઠેકાણે દયાના રસથી વૃદ્ધિ પામતા ધમ રૂપ મહાન્ રાજ્યને ાભાવનારી સપન્નાઓને જોઇ હે ભવ્ય લાકા ! તમારે નિરંતર દયાળુ થવું જોઇએ. ॥ ૬ ॥
// તિ ત્રિરાત્તમો મુળ || ૩ ||