________________
૨૦૨
શ્રાધગુણ વિવરણ. ઈચ્છા કરે છે તો હાલહલ ઝેર ખાઈ જીવવાની ઈચ્છા બરાબર છે. વખતે નિકાચિત આયુષ્ય હવાથી ઝેર જીવિતને નાશન કરી શકે એ કદાચિત્ બનવાજોગ છે, પરંતુ હિંસા કરનારને હિંસાથી ધર્મ છે તો દૂર રહ્યો પણ નારકીનાં અતિ ભયંકર દુઃખને અનુભવ કરવો પડે છે માટે જિનેશ્વર ભગવાને શ્રાવકને જીવદયા પાળવા માટે જે નિયમો બતાવ્યા છે, તે પ્રમાણે તેનું પાલન કરવા દરેક સુખાભિલાષી પ્રાણીઓએ તત્પર થવું જોઈએ. એકલા જેનેજ અહિંસાને ધર્મનું મૂળ કારણ માને છે એમ નથી. પરંતુ આર્યાવર્તના તમામ દર્શનવાળા “હિંસા પરમો ધર્મ ” આ મહા વાક્યને માન્ય કરી અહિંસાને ધર્મનું પ્રધાન અંગ સ્વીકારે છે. તે માટે કહ્યું છે કેददातु दानं विदधातु मौनं वेदादिकं चापि विदांकरोतु । देवादिकं ध्यायतु सन्ततं वान चेद्दया निष्फलमेव सर्वम् ॥२॥
શબ્દાર્થ –દાન આપે, મન ધારણ કરો, વેદાદિક અથવા તે બીજા ગમે તે શાને જાણે અને નિરંતર દેવાદિકનું ધ્યાન કરે પરંતુ જે એક દયા નથી તો ઉપર બતાવેલું સઘળું નિષ્ફળ છે એટલે રાખમાં ઘી હોમ્યા બરાબર છે. ૨
વિવેકી પુરૂષ દયા પણ પિતાના આત્માની પેઠે કરે. તે માટે કહ્યું છે કે प्राणा यथाऽऽत्मनोऽभीष्टा भूतानामपि ते तथा ।
आत्मौपम्येन भूतानां दयां कुर्वीत धर्मवित् ॥ ३ ॥ શબ્દાર્થ –જેમ પિતાના પ્રાણે અભીષ્ટ છે, તેમ પ્રાણું માત્રને પણ પિતાના પ્રાણે અભીષ્ટ છે. માટે ધર્મા પુરૂષે પોતાની પેઠે બીજા પ્રાણીઓની દયા કરવી જોઈએ. અર્થાત પિતાના પ્રાણ જેવા બીજાના પ્રાણ ગણું તેનું રક્ષણ કરવું જોઇએ. + ૩ |
कृपानदीमहातीरे सर्वे धर्मास्तृणाङ्कराः । तस्यां शोषमुपेतायां कियन्नन्दन्ति ते चिरम् ॥ ४ ॥ શબ્દાર્થ –કૃપારૂપ નદીના કિનારા ઉપર સઘળા ધર્મો અકરારૂપ છે. જ્યારે તે નદી સુકાઈ જાય ત્યારે તે અંકરા કેટલા કાળ સુધી ટકી શકવાના ? અર્થાત જ્યાં બીલુક્લ યાને છટે પણ નથી તો દયાના આધારે રહેનાર ધમનું અસ્તિત્વ કયાંથી હોય? | ૪ |
निजप्राणैः परप्राणान् ये रक्षन्ति दयोज्ज्वलाः । द्वित्रास्ते सुरसंस्तुत्या दुर्लभाः पुण्यपूरुषाः ॥५॥