________________
षड्विंशगुणवर्णन.
િહ | વે માગનસારીના પાંત્રીસ ગુણ પિકી પચીસમા ગુણને છે સમાપ્તિ કરે કમથી પ્રાપ્ત થયેલ “લાંબા કાળે થનાર અને
નર્ણાદિકને વિચાર કરવારૂપ” છવાસમાં ગુણના વિવરપ્ર મ ણને પ્રારંભ કરે છે.
લાંબા કાળે થનાર હોવાથી દીઘ એવા અર્થ કે અનર્થને જેનાર અર્થાત પર્યાલેરાન કરવાના સ્વભાવવાળે દીર્ઘદર્શી કહેવાય છે. કહ્યું છે કે –
आढवइ दोहदंसी, सयलं परिणामसुंदरं कळं । बहुताभमप्पकेसं, सलाहणिज्ज बहुजणाणं ॥ १॥
શબ્દાર્થ–દીર્ધદશ પુરૂષ પરિણામે સુંદર, ઘણે લાભ અને અ૫કલેશવાળું તથા ઘણુ લેકેને પ્રશંસા કરવા લાયક એવા સવ કાર્યને આરંભ કરે છે,
જેમકે ધન શ્રેણી. તેની કથા આ પ્રમાણે છે.
વસંતપુર નગરને વિષે પુત્ર, પુત્રની વહુ, ભેજાઈ, બહેન વિગેરે ઘણા કુટું. બની સંપત્તિવાળે અને મહેટી ત્રાદ્ધિથી વૃદ્ધ ધન નામે એક શેઠ રહેતે હતે. એક વખતે તે નગરના જિતશત્રુ રાજાએ ધન શ્રેણીના ઘરની નજીકમાં એક દેવનું મંદિર કરાવ્યું, તે મંદિરમાં રાજાએ નિયુક્ત કરેલા નાચનાર અને નાચનારી વિગેરેના સમૂહથી યુક્ત એવા ગંધર્વે પ્રાતઃકાળે અને સાયંકાળે ગીત તથા નૃત્ય વિગેરે કરતા હતા. તે સાંભળવાના રસથી પરાધીન હદયવાળે ધન શ્રેણીને મહિલાદિ વર્ગ ઘરના ધંધાને ત્યાગ કરી ઉભા રહી સાંભળે છે. પ્રથમ તે શરમયુક્ત હેવાથી અપેક્ષા પૂર્વક સાંભળતા હતા, પરંતુ અનુક્રમે તે મર્યાદા રહિત થયે. તેમનું તેવા પ્રકારનું આચરણ જોઈ, ધન શ્રેષ્ટિએ વિચાર કર્યો કે આ સારૂં થતું નથી.
चवता मयलणसीला, सिणेहपरिपूरीयावि तावेई । दीवयासिहव्व महिला बद्धप्पसरा भयंदेश ॥२॥