________________
લવિંશતિ ગુણ વર્ણન
૧૭૭ શબ્દાર્થ– “ચપલ, મેલીને સ્વભાવવાળી અને સ્નેહથી પરિપૂર્ણ ભરેલી હેય તે પણ સ્વછંદ વર્તન કરનારી સ્ત્રી દીપશિખાની પેઠે તાપ અને ભય આપનારી થાય છે. રાઝ
તેથી જ્યાં સુધી ચંદ્રમા જેવા હારા નિર્મળકુળમાં મલિનતા પ્રાપ્ત ન થાય ત્યાંસુધીમાં મધુર વચનથી સમજાવવા રૂપ સામ ઉપાયથીજ હારા કુટુંબને અટકાવું એમ વિચાર કરી ધનશ્રેષ્ટિએ પિતાના ઘરના એક ભાગમાં દેવમંદિર કરાવ્યું અને તેમાં ધનદ યક્ષની મૂર્તિ સ્થાપના કરી. જે વખતે તે ગંધર્વો રાજાના મંદિરમાં ગાનાદિકને અભ્યાસ કરે છે તે જ વખતે તે શ્રેષ્ટિ યક્ષની આગળ મૃદંગ, વાંસળી આદિ વાજિંત્રના શબ્દમય કરાવવા લાગ્યું. આથી ગંધર્વ વિગેરેના ગીત નૃત્યાદિકમાં વ્યાઘાત થવા લાગ્યો. તેથી કેઈ કાંઈ પણ સાંભળી શકતા નથી એવી રીતે ઉદ્વેગ પામેલા તે ગંધર્વો રાજા પાસે ગયા અને જણાવ્યું કે હે દેવ ! ધનશ્રેષ્ઠી અમારા કલાભ્યાસમાં અટકાવ કરે છે. આ પ્રમાણે તેમની વિજ્ઞપ્તિ થતાં રાજાએ ધનશ્રેષ્ટિને બેલાવી કહ્યું કે હે શેઠ! શા માટે તેઓને અડચણ થાય તેમ વર્તે છે? ધનશ્રેષ્ટિએ જણાવ્યું કે હે દેવ? શાસ્ત્રમાં આ પ્રમાણે ઉપદેશ કરેલ છે કે સંસાર અસાર છે, વૈવન ચપળ છે, લક્ષ્મી નાશવંત છે, પ્રિયને સમાગમ સ્વપ્ન સરખે છે, પાપના પરિણામ દુસહ છે, અમે વૃદ્ધ થયા છીએ અને પરલોકગમન નજીક આવ્યું છે. હવે ધર્મ કરવાનો અવસર પ્રાપ્ત થયા છે. તેને માટે કહ્યું છે કે
"जं जं करेइ तं तं न सोहए जुव्वणे अइकंत। पुरिसस्स महिलियाए इकं धम्मं पमुत्तूणम् ॥३॥"
શબ્દાર્થ પુરૂષ અને સ્ત્રીના વિન અવસ્થાનું ઉલ્લંઘન થયા પછી એક ધમ કાર્ય શિવાય (અવસ્થાઅનુચિત) જે કાર્યો કરવામાં આવે છે, તે શોભતાં નથી રા
આ હેતુથી હે રાજન્ ? હારી ભુજાથી ઉપાર્જન કરેલ દ્રવ્યથી મેં એક મેદિર બંધાવ્યું છે અને તે મંદિરમાં મારા ઈષ્ટદેવની પૂજા વખતે અનંતફલને આપનારી નાદ પૂજા ( સંગીત પૂજા) કરાવું છું. શ્રેષ્ઠિનાં આવાં વચન સાંભળી રાજાએ કાંઈક હસીને કહ્યું કે શેઠજી જે તમે આવા પ્રકારના વૈરાગ્યથી રંગાએલા છે તે તમારે વનવાસ કરવો યેગ્ય છે. ગૃહસ્થાશ્રમમાં કેવી રીતે ધર્મ કરી શકાય? તે માટે કહ્યું છે કે--
" पुत्तनियलाई जमि य आसपिसाई विनिच्छयं छलइ। - तत्थ य धण? गिहवासे सुमिणेवि न जाउ धम्मगुणो॥४॥