________________
૧૭૨
શાહગુણ વિવરણ અને સેવા વિગેરે કરવાથી સારા ફળની પ્રાપ્તિ થાય છે. જેમ આમરાજાને શ્રીમદ્ બપ્પભટ આચાર્યથી પાપની નિવૃત્તિ, પિતાના જીવનું સંરક્ષણ અને ઠેકાણે ઠેકાણે જયની પ્રાપ્તિ વિગેરે થઈ હતી. તેમજ કુમારપાળ રાજાને પણ તેમની સેવા કરવાથી શુદ્ધ ધર્મ વિગેરેની પ્રાપ્તિ થઈ હતી અથવા શ્રી હેમચંદ્રાચાર્યથી કપર્દી શેઠની પેઠે ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે. આ ઠેકાણે તેજ શેઠનું વૃત્તાંત બતાવે છે.
શ્રી પત્તન (પાટણ) નગરમાં શ્રી કુમારપાળ રાજાના રાજ્યની અંદર કપદી નામે એક નિર્ધન શ્રાવક રહેતું હતું. તે શ્રાવક દિવસમાં પિતાની આજીવિકાના કાર્યમાં આકુળ વ્યાકુળ હેવાથી રાત્રિને વિષે પિષધશાળામાં આવી પ્રતિક્રમણ કરતે અને રાત્રિમાં ત્યાં જ સુઈ રહે તે સંથારાપરષી ભણવ્યા પછી શ્રી હેમચંદ્રાચાર્યની વિશ્રામણુ—ભક્તિ કરતે હતે. એક વખતે તે કપર્દીની સીમા વગરની સેવા અને ભકિતથી શ્રી હેમચંદ્રાચાય તેના ઉપર સંતુષ્ટ થયા અને કહ્યું કે ત્યારે નિર્વાહ કેવી રીતે થાય છે? કપર્દીએ કહ્યું કે પિટલું લઈ ફેરી કરવાથી મહારે નિર્વાહ થાય છે. તે સાંભળી દયાથી આદ્ર થએલા ગુરૂ મહારાજે તે કપર્દી શેઠને દાભવન્ત ઈત્યાદિ ભક્તામર સ્તોત્રના અગીયાર મા કાવ્યને આમ્નાય–ગુરૂગમ આપે. તે શ્રેષ્ઠી બ્રહ્મચર્યનું પાલન, પૃથ્વી ઉપર શયન અને એક વખત જન વિગેરે કરવામાં તત્પર થઈ તેને ત્રિકાળ એક આઠ વખત સ્મરણ કરે છે એવી રીતે સ્મરણ કરતાં છ મહીના થવા પછી રાત્રિને વિષે કામધેનુના રૂપથી ચકેશ્વરી દેવીએ પ્રગટ થઈ કહ્યું કે પ્રાતઃકાળે કેરા ઘડાએ તૈયાર કરી રાખવા. તેની અંદર હારૂં દુધ નાંખવાથી તે ઘડાઓ સુવર્ણના થઈ જશે. બીજે દિવસે સોળ મણના પ્રમાણવાળા બત્રીશ ઘડાએ કરાવ્યા પછી રાત્રિને વિષે તે કપર્દી શ્રેષ્ઠીએ કામધેનુને દેહી એક ઘડે સ્થાપન કર્યો. પ્રાતઃકાળે સર્વે ઘડાઓ સુવર્ણથી ભરાઈ ગયા. ત્રીજે દીવસે તેણે રાજા વગેરેને ભેજન કરવા માટે આમંત્રણ કર્યું. પ્રથમ સ્થાપિત ઘડામાં રહેલા દુધના પરમાત્રથી રાજા વિગેરેને ભેજન કરાવ્યું પછી ગુરૂવર્ય શ્રીમદ્દ હેમચંદ્રાચાર્યને બોલાવ્યા અને તે ઘડાઓ બતાવ્યા, તે જોઈને સર્વેને વિસ્મય થશે. તે પછી તે કપર્દી મહેટી દ્વિવાળો વ્યવહારી—શેઠ થયે. આવી રીતે ગુરૂમહારાજની ઉપાસના ફળ આપનારી છે ઈત્યાદિ. અથવા જેમ નાગાર્જુનને શ્રીમદ્ પાદિલિતાચાર્યની સેવાથી આકાશમાં ગમન કરવાને લેપ અને શ્રાવકના ધમ વિગેરેની પ્રાપ્તિ થઈ હતી. હવે ગ્રંથકાર મહારાજ ગુણની સમાપ્તિ કરતાં ઉપદેશદ્વારા ફળ બતાવે છે.
સારા વૃત્તમાં રહેવાવાળા જ્ઞાનવંત પુરૂષે જે કારણથી સદ્દબુદ્ધિને આપનારા થાય છે, એ હેતુથી તેમની પૂજાવડે વિવેકી પુરૂષ ધર્મને કષ્ટ સિવાય પ્રાપ્ત કરે છે.
-
---