________________
^
^^
^^
^^
^
^^^
^
^^
^^
^^
^
^
^^
^
^
^^
^ &
* *
* *
શ્રાદ્ધગુણ વિવરણ. ભાવાર્થ–હે ભાઈ ! તું પૂર્ણ લમીવાળે હોય તે પણ ગુણને વિષે અનાદર કરીશ નહિ. ઘડે સંપૂર્ણ હોય તે પણ ગુણ (દેરી) છેદાઈ જવાથી કૂપની અંદર નીચે પડે છે. અંતરંગમાં ગુણોને ધારણ કરનારા પુરૂષે જ અન્ય પુરૂષના હદયમાં સ્થિર થાય છે (વાસ કરે છે.) એ સમગ્ર અને પુષ્પોની માળાઓ દઢ કરી બતાવે છે. જેમ પુષ્પોની માળાઓ પિતાની અંદર ગુણ (દેરી) ને ધારણ કરે છે તેથી તે બીજાના હૃદય ઉપર આરૂઢ થવાને સમર્થ થાય છે, તેમજ જે પુરૂષ પિતાના હૃદયમાં ઔદાર્યાદિક ગુણેને ધારણ કરે છે, તે પુરૂષે અવશ્ય અન્ય પુરૂ
નાં હૃદયમાં વાસ કરે છે. પ્રથમ સંપૂર્ણ ભૂતળને ભૂષિત કરનારા ગુણિ પુરૂષે તે દૂર રહે, પરંતુ સાંપ્રતકાળમાં જે પુરૂષોને ગુણોની અંદર અનુરાગ છે, તેવા પુરૂષ પણ દુર્લભ છે. વળી જે ધનુષ્ય સંગ્રામમાં શત્રુના સૈનિકેની શ્રેણિઓને વિષે પૃષ્ટ દેખાડે છે, જે ધનુષ્ય સંગ્રામમાં જ વકતાને ધારણ કરે છે, અને જે કઠેર ધનુષ્ય સંગ્રામમાં કઠિન ધ્વનિને ફેંકે છે, તે તેવા પ્રકારના દોષને ભજનાર ધનુષ્યના ગુણ (પણ) ને ગ્રહણને કરતે આ રાજા પ્રગટપણે વિખ્યાત થએલે ગુણગ્રાહીઓની સીમારૂપ છે. ગુણની અંદર પક્ષપાત કરવામાં ન આવે, તે વસુરાજા વિગેરેની પેઠે અનર્થ જ પ્રાપ્ત થાય છે. હવે ગ્રંથકાર મહારાજ એકવીશમા ગુણની સમાપ્તિ કરતાં ફળ બતાવે છે. જે બુદ્ધિમાન પુરૂષે અન્ય પુરૂના સદગુણેને ઉલ્લાસ કરનારા છે, તે પુરૂષ સધર્મના બીજરૂપ સમ્યકત્વને આત્માની અંદર આરોપણ કરે છે,