________________
S
‘- કી
. જ
एकविंशतितमः गुणवर्णन.
હવે માર્ગોનુંસારીના પાંત્રીશ ગુણ પૈકી વીશમાં ગુણનું વર્ણન પુરૂ & કરી કમથી પ્રાપ્ત થયેલ “ગુણમાં પક્ષપાત કરવારૂપ” એવીમા ગુણુના વિવરણને પ્રારંભ કરે છે.
સુજનતા, ઉદારતા, દાક્ષિણ્યતા વિનય અને પ્રેમ પૂર્વક પ્રથમ બોલાવવાપણું વિગેરે તથા પોતાના કે પરના ઉપકારનું કારણભૂત એવા આત્માના ધમરૂપ ગુણ કહેવાય છે. તે ગુણને વિષે પક્ષપાત કરનાર હોય. પક્ષપાત એ છે કે ગુણેને વિષે બહુમાન, તે ગુણોની પ્રશંસા અને સહાચ્ય આપવા વિગેરેથી અનુકૂળ પ્રવૃત્તિ કરવી તેને પક્ષપાત કહે છે. તે ગુણને પક્ષપાત કરનારા પુરૂષો ખરેખર ફળવાળા પુણ્યરૂપ બીજને સિંચન કરવાથી આ લોક અને પરલોકમાં ગુણના સમૂહની સંપત્તિને પ્રાપ્ત કરે છે. ત્યારે રામચંદ્રજી અને લક્ષમણજીએ અયોધ્યાથી વનવાસ કરવાને માટે પ્રયાણ કર્યું તે વખતે માર્ગમાં માળવા દેશમાં પ્રવેશ કરતાં માળવ દેશના અધિપતિ સિંહદર રાજાની સાથે યુદ્ધમાં ગુરૂ પાસે જિનેશ્વર શિવાય બીજાને મહારે નમસ્કાર ન કરે એવા અભિગ્રહને ગ્રહણ કરનાર અને શુદ્ધ સમ્યકત્વને ધારણ કરનાર વજકર્ણ રાજાના ગુણને પક્ષપાત કરી રામ લક્ષ્મણે સિંહદર રાજાને નિગ્રહ કરી વજાકણ રાજાને મદદ કરી, કહ્યું છે કે
ना गुणी गुणिनं वेत्ति, गुणो गुणिषु मत्सरी । गुण च गुणरागी च, विरतः सरनो जनः ॥१॥
ભાવાર્થ—જે ગુણ વગરનો છે, તે ગુણિ પુરૂષને જાણતા નથી, અને જે ગુણ વાન હોય છે, તે બીજા ગુણિ પુરૂષ ઉપર અદેખાઈ કરનાર હોય છે. તેથી તે ગુણવાન હોય અને બીજાને ગુણની અંદર રાગ કરનાર સરળ મનુષ્ય તો કઈ વિરલા જ હોય છે. ૧