________________
विंशतितमः गुणवर्णन.
કે હવે માર્ગનુસારીના પાંત્રીશ ગુણ પૈકી ઓગણીશમા ગુણનું વિવરણ સમાપ્ત કરી અનુકમથી પ્રાપ્ત થએલ “હમેશાં અભિનિવેશ (મિ.
– શ્યાગ્રહ) ને ત્યાગ કરવારૂપ વીશમા ગુણના વિવરણ
ને પ્રારંભ કરે છે. જે પુરૂષ આગ્રહરહિત હોય તેને અનભિનિવિષ્ટ એટલે અનાગ્રહી કહેવામાં આવે છે અને નીતિમાને નહીં પ્રાપ્ત થએલા પુરૂષને પણ બીજાથી હારે પરાભવ થશે એવા પરિણામથી કાર્ય આરંભ કરે તેને અભિનિવેશ (આગ્રહ) કહેવામાં આવે છે. અને તે અભિનિવેશ નીચ પુરૂષોને જ હોય છે. કહ્યું છે કે દુરાગ્રહ નિષ્ફળ નીતિ અને ગુણરહિત મુશ્કેલી ભરેલા આરંભે કરાવી નીચ કેને શ્રમ આપે છે. પ્રવાહની સામે તરવાના વ્યસનવાળા છે તેવા દુરાગ્રહથી જ વૃથા પરિશ્રમ કરે છે.
શઠતાને લઈને નીચ પુરૂષને પણ કેઈક વખતના અભિનિવેશપણાને સંભવ છે. આથી કહે છે કે હમેશાં આગ્રહ રહિત હોય તે પુરૂષ ધર્માધિકારી થાય છે. અને આગ્રહવાળો પુરૂષ પ્રાયે કરીને તત્વાદિકના વિચારની બહાર હોવાથી જમાલી વિગેરેની પેઠે પોતાના અંગીકાર કરેલાને જ પ્રતિપાદન કરે છે. કરાતું અને કરેલું એ બન્નેમાં સર્વ પ્રકારે પૃથક ભાવજ છે તેમ માનવાથી અભિનિવેશિક નામના મિથ્યાત્વની પ્રાપ્તિ થાય છે. કહ્યું છે કે –
જેમ અછથી સ્વરની પ્રાપ્તિ થાય છે અને સૂર્યના અભાવે અંધકાર થાય છે. તેમ નૃશંસ એટલે આત્માના ગુણને ઘાત કરનાર એવા અભિનિવેશ (આગ્રહ) થી મિથ્યાત્વની પ્રાપ્તિ થાય છે એમ સમજવું. વળી જેના મનની અંદર અત્યંત વેગવાળો અભિનિવેશ રૂપી વિષને વેગ પ્રસરે છે તેને વિષે ગુરૂના ઉપદેશરૂપ મંત્રને પ્રયુક્ત કર્યો હોય તે પણ સંક્રમણ થતું નથી. જેમ રાવણ અને દુર્યોધનને ૨૧