________________
૧૪૮
શ્રાદ્ધગુણ વિવરણ.
અથવા તે ઉચિતરૂપ ચિંતામણિ પુણ્યવાન પુરૂને શું નથી કરતે ?તે ઉચિતરૂપ ચિંતામણિ અપરિચિત લેકમાં પણ એકદમ આદેયપણને વિસ્તારે છે. ખરાબ આચરણવાળા અને નાશ કરવાને ઉઘુકત થએલા નરપતિ જેવાને પણ શાંત કરે છે. અને ધર્મ, અર્થ તથા કામરૂપ ત્રિવર્ગને પ્રાપ્ત કરાવે છે. તેથી આ લોકમાં તથા પરલેકમાં કલ્યાણ થાય છે. તેમાં મુખ્ય વૃત્તિએ સર્વવિરતિ ગ્રહણ કરનાર મુનિઓ અતિથિ કહેવાય છે. તેથી તેવા અતિથિઓને વિષે પિતાના અનુગ્રહને માટે પુણ્યાનુબંધી પુણ્ય પ્રાપ્ત કરવાને માટે અને કર્મોને નાશ કરવાને માટે સર્વ પ્રકારની ઈચ્છા રહિત અને શ્રદ્ધાવાળા વિવેકી પુરૂષે હમેશાં સંવિભાગ કર જોઈએ. તેને માટે શ્રાવક સામાચારીમાં કહ્યું છે કે “જ્યાં સાધુઓનું આગમન હય, જયાં જિનેશ્વર ભગવાનનું ચૈત્ય-મંદિર હોય અને જ્યાં વિદગ્ધ-ડાહ્યા સાધમિકે વસતા હોય તેવા સ્થાનમાં શ્રાવક વાસ કરે.” પ્રથમ પ્રાતઃકાલે જ્યાં સુધી જિનપ્રતિમા અને સાધુઓને વિધિપૂર્વક વંદન ન કર્યું હોય ત્યાં સુધી પાણી પણ પીવું કપે નહીં. મધ્યાન્હ કાળે બીજીવાર મધ્યાહે પણ દેવગુરૂને અવશ્ય વંદન કરી શ્રાવકને ભોજન કરવું કપે. વળી સાયંકાલે પણ તેમને વંદન કરી શયન કરવું જોઈએ. ભેજન કરવાને કાળ પ્રાપ્ત થતાં દાનનું ફળ ઉત્તમ છે એમ જાણી, ઉપાશ્રયમાં જઈ, વિધિપૂર્વક મુનિપતિ-આચાર્યને વંદન કરી ભકિતના સમૂહથી અત્યંત ભરાએલા શરીરવાળા અને મહાન સંવેગથી પુલકિત (વિકસ્વર) શરીરવાળે શ્રાવક પોતે જ નિર્દોષ અન્નપાનવડે મુનિઓને પ્રતિલાભિત કરે. બીજે ઠેકાણે પણ કહ્યું છે કે –“પિતાના ઘરમાં સુપાત્રરૂપ મુનિ પ્રાપ્ત થયે છતે અતિ વિશુદ્ધ શ્રદ્ધાથી જે પુરૂષે સર્વ પ્રકારે દોષ રહિત દાન આપ્યું નથી, તે પુરૂષનું કલ્યાણ કેવી રીતે થાય ?” નહિ પ્રાપ્ત થએલા પદાર્થને પ્રાપ્ત કરવાની ઈચ્છારૂપ આશંસા વિગેરેથી વિમુખ થએલો અને શ્રદ્ધાથી વિકસ્વર થએલા રેમ રૂપ કંચુકને ધારણ કરતે શ્રમણોપાસક કર્મોને નાશ કરવામાં હેતુરૂપ દાન અવશ્ય સુપાગરૂપ મુનિઓને આપે. એવી રીતે સૂત્રમાં વર્ણવેલા વિધિ વડે મેક્ષનું કારણ ભૂત દાન આપવું જોઈએ. તથા અનુકંપાદાન તીર્થકરોએ કઈ ઠેકાણે નિદ્ધ કર્યું નથી. વ્યવસાયનું ફળ વૈભવ છે. અને વૈભવનું ફળ સુપાત્રમાં વિનિયોગ કરે તે છે. તેમા અભાવમાં વ્યવસાય અને વૈભવ પણ દુર્ગતિનું કારણ થાય છે. તથા બાહ્ય, નાશવંત અને સુપાત્રમાં આપેલા દ્રવ્યથી જે નિત્ય અને અંતરંગ રૂપ ધમ થાય તે શું પ્રાપ્ત થયું નથી? દેવ ગુરૂને સંવિભાગ કરી દુઃખી પુરૂષે તથા બંધુવને આપી જે ભોગવે છે તે ભગવેલું કહેવાય છે. તે સિવાય બાકી તે ઉદર ભરવું ગણાય છે. કહ્યું છે કે –