________________
અષ્ટાદશ ગુણ વર્ણન.
૧૪૫ એકલા ધમની સેવા કરવી તે યતિઓને જ ધર્મ છે. પરંતુ અર્થકામની ઉપેક્ષા કરી કેવળ ધર્મ કરે એ ગૃહસ્થોને ધર્મ નથી. તથા બીજ ભેજન કરનાર કહ્યુંબીની પેઠે ધમને બાધા કરી અર્થ અને કામની સેવા કરે નહીં. તથા અધમિ પુરૂષને આગામી કાળે કાંઈપણ કલ્યાણકારી નથી. જે પુરૂષ પરલોકના સુખથી અને વિરોધી આ લેકના સુખને અનુભવ કરે છે, તે પુરૂષ અભયકુમારની પેઠે ખરેખર સુખી થાય છે. એવી રીતે અર્થને બાધ કરી એકલા ધર્મ અને કામને સેવનારા પુરૂષને ઘણું કરજ થાય છે. અને કામને બાધ કરી એકલા ધર્મ અને અથને સેવનારા પુરૂષને ગૃહસ્થપણાને અભાવ થાય છે. અર્થાત્ ગૃહસ્થ ધર્મ ચાલી શકતો નથી. આ પ્રમાણે તાદાવિક મૂળહર અને કદયને વિષે ધમ, અર્થ અને કામની પરસ્પર બાધા થવી સુલભ છે. એ ત્રણે પુરૂષનાં લક્ષણે આ પ્રમાણે છે.
જે પુરૂષ કાંઈ પણ વિચાર કર્યા સિવાય ઉત્પન્ન થએલા દ્રવ્યને વ્યય કરે છે, તે તાદાત્વિક કહેવાય છે. જે પુરૂષ પિતા અને પિતામહના મેળવેલા દ્રવ્યને અન્યાયથી ભક્ષણ કરે છે, અર્થાત્ ઉડાવે છે તે મૂળહર કહેવાય છે. અને જે પુરૂષ નેકરને કે પિતાના આત્માને કષ્ટ આપી દ્રવ્યને સંચય કરે છે, પરંતુ કાંઈપણ વ્યય કરતું નથી તે કદય કહેવાય છે. તેમાં તારાત્વિક અને મૂળહર આ બન્નેના દ્રવ્યને નાશ થવાથી તેમના ધર્મ તથા કામને નાશ થાય છે. તેથી તેમનું કલ્યાણ નથી, કદને દ્રવ્યસંગ્રહ તે રાજા, ભાગીદાર અને ચોર વિગેરેને ભંડાર કહેવાય છે તેથી તે દ્રવ્યને સંગ્રહ ધર્મ તથા કામને હેતુ થતું નથી. ઈત્યાદિ. આમ કહેવાથી ગૃહસ્થને ધર્મ, અર્થ અને કામરૂપ ત્રિવર્ગને બાધા કરવી ઉચિત નથી એમ પ્રતિપાદન કર્યું. જ્યારે ભાગ્યના વેગથી ધર્મ, અર્થ અને કામમાંથી કેઈને બાધા થવાને સંભવ થાય ત્યારે ઉત્તરોત્તર બાધા થયે છતે પૂર્વ પૂવની બાધાનું રક્ષણ કરવું. તેનું જ આ ઠેકાણે પ્રાતપાદન કરે છે–
જ્યારે કામને બાધ આવે, ત્યારે ધર્મ તથા અર્થને બાધા થવા દેવી નહીં. કારણ ધર્મ તથા અર્થ અબાધિત હેય તે કામને સહેલાઈથી મેળવી શકાય છે. અને કામ તથા અર્થને બાધ આવે તે ધર્મનું રક્ષણ કરવું. કારણ કે, અર્થ તથા કામની પ્રાપ્તિ થવામાં મૂળ કારણ ધર્મ છે. તેને માટે કહ્યું છે કે –
धर्मश्चेन्नावसीदेत, कपालेनापि जीवतः।
आढ्योऽस्मीत्यवगन्तव्यं, धर्मवित्ता हि साधवः॥२॥ तथा-त्रिवर्गसंसाधनमन्तरेण, पशोरिवायुर्विफवं नरस्य । तत्रापि धर्म प्रवरं वदन्ति, न तं विना यन्नवतोऽर्थ
રાતો | ૨ |