________________
૧૩૨
શ્રાદ્ધ ગુણ વિવરણ. કાર કર્યો હતો અને તે ધમને ઘણા કાળસુધી પાળે, પરંતુ તેવા પ્રકારના ધર્મોપદેશક સાધુ પાસે ધમનું શ્રવણ નહી કરવાથી તે મિથ્યા બુદ્ધિવાળે થશે. એક વખતે ગ્રિષ્મ ઋતુમાં તેણે અઠમ કરી ત્રણ દિવસને પૈષધ કર્યો હતે. ત્રીજા દિવસની રાત્રિમાં તૃષાથી પીડિત થએ અને આધ્યાનને પ્રાપ્ત થએલે તે શેઠીએ વિચાર કરવા લાગ્યું કે જે પુરૂષે વાપી, કુપ વિગેરેને કરાવે છે, તે પુરૂષને જ ધન્ય છે. હું પણ પ્રાતઃકાળે એક વાવડીને કરાવીશ. ઈત્યાદિ ચિંતવન કરી પ્રાતઃકાળે અઠમનું પારણું કરી શ્રેણિક રાજાના આદેશથી વૈભારગિરિની સમીપમાં તેણે એક વાવડી કરાવી અને તેની ચારે દિશાઓમાં ભેજનશાળા, મઠ અને દેવાલય સહિત ઉદ્યાને કરાવ્યાં. પછી ધમને ત્યાગ કરનારા તે શેઠીયાને સેળ હોટ રેગો ઉત્પન્ન થયા. તેની પીડાથી દુર્ગાન કરી તે મૃત્યુ પામ્યા અને તે જ વાપિકામાં દેડકે થયે. વાપિકાને જોતાં જ તેને જાતિસ્મરણ જ્ઞાન થયું, તે જાતિસ્મરણ જ્ઞાનથી પોતે ધર્મની વિરાધના કરી હતી તેનું આ ફળ છે એમ તેના જાણવામાં આવતાં તેને વૈરાગ્ય થયે. હવેથી હારે છઠ તપ કરે અને તેના પારણામાં વાવને કિનારે રહેલું નિર્દોષ લોકેના સ્નાનનું જળ તથા મૃત્તિકાદિકનું ભક્ષણ કરવું એ અભિગ્રહ ધારણ કર્યો. આ અરસામાં વાપિકાની અંદર પ્રાપ્ત થએલા લોકે પરસ્પર વાર્તાલાપ કરે છે કે આજે ભગવાન મહાવીરસ્વામી પધાર્યા છે. તેમને વંદન કરવા જઈશું એવી જનેક્તિને શ્રવણ કરી તે દેડકો મને વંદન કરવા માટે ત્યાંથી નીકળે. રસ્તામાં ચાલતાં શ્રેણિક રાજાના ઘેડાના ખુરથી ચગદાઈમરણ પામી, દેવ થયેલ છે. ત્યાંથી ચાવી મહાવિદેહમાં મનુષ્ય થઈ મેક્ષમાં જશે. ઉપર જણાવ્યા પ્રમાણે હે ગતમ? હમેશાં ધમનું શ્રવણ નહી કરવાથી ઉત્પન્ન થએલા વિપાકને જાણી, નિરંતર ધમનું શ્રવણ કરવામાં તત્પર થવું જોઈએ. કહ્યું છે કે
परमागम सुस्सूसा, अणुराज धम्मसाहणे परमो । जिणगुरु वेयावच्चे, नियमो समत्तलिंगाइं ॥३॥ પરમાગમ એટલે દ્વાદશાંગીરૂપ સિદ્ધાંત તેને સાંભળવાની ઈચ્છા, પરમાગમનું શ્રવણ કર્યા સિવાય સમકિત અને વિવેકાદિકના ગુણનો સમૂહ પ્રાપ્ત થતો નથી. ૧ તથા ધર્મસાધનને વિષે ઉત્કૃષ્ટ અનુરાગ અને જિનેશ્વર ભગવાન તેમજ ગુરૂની વૈયાવચ્ચ કરવાનો નિયમ આ ત્રણ સમ્યકત્વ પ્રાપ્તિના લિંગે છે. તેને માટે હરિભકાચાર્ય મહારાજે કહ્યું છે કે –
कारान्नस्त्यागतो यत् , मधुरोदकयोगतः बीजंप्ररोहमादत्ते, तछत्तत्वश्रुतेनरः ॥३॥