________________
પદ્મમા ગુણુનુ· વર્ણન,
काराम्नस्तुल्य इह च, नवयोगोऽखिल्लोमतः । मधुरोदक योगेन, समा तत्व श्रुतिः स्मृता ॥ ४ ॥ श्रोतस चैष, सिरातुल्या सतां मता । • શ્રુતં વ્યર્થ, મસરાવત્તિ રૂપવત્ ॥ મ્ ॥
नावेऽस्याः
11 ॥
ખારા જળના ત્યાગ થવાથી અને મધુર જળના સચાગ મળવાથી જેમ ખીજ અ’કુરને ધારણુ કરે છે, તેમ તત્ત્વનું શ્રવણ કરવાથી પુરૂષ મિથ્યાત્વના ત્યાગ કરી સમ્યકત્ત્વને ગ્રહણ કરે છે. ૩ અહિં સસારના સંપૂર્ણ સંચાગ ખારા જળની સમાન માન્યા છે અને તત્ત્વનું શ્રવણ કરવું તેને મીઠા જળના સમાન કહ્યું છે. ૪ આ શ્રુતિ બાધરૂપ જળના પ્રવાહની સિરા સમાન છે. તે સત્પુરૂષોને માન્ય છે. તત્ત્વ શ્રુતિના અભાવે સિરા વિનાની પૃથ્વીમાં કુપની પેઠે તે શ્રુતજ્ઞાન નકામું છે. ૫ ઇતિ શ્રુષાનું લક્ષણ આ પ્રમાણે છેઃ
—
तरुण सुदी वियो, रागी पिय पण इणी जुओ सोनं ।
૧૩૩
ब जद सुरगीयं, तनुं हिया समय सुस्सूसा ॥ ६ ॥
ચાવન અવસ્થાવાળા, નિરતર મુખી, નિપુણ, ષડ્જિદ રાગાને જાણ અને વ્હાલી પ્રાણપ્રિયાથી ચુક્ત એવા કાઇ પણ પુરૂષ જેમ દેવતાના ગીતને શ્રવણ કરવાની ઇચ્છા રાખે છે, તેનાથી પણ અધિક જૈનાગમને શ્રવણ કરનારની ઇચ્છાવાળા
હાય. ૬
સુંદર ધરૂપ ગુણના સમૂહમાં અતિશય રમણ કરનારી ચિત્તની વૃત્તિવાળા સુદર્શન શ્રેણી આ ઠેકાણે ઉદાહરણમાં મુકવા. તે સુદર્શન શ્રેણીના વૃત્તાંત આ પ્રમાણે છેઃ—
મગધદેશમાં રાજગૃહ નામે પ્રધાન નગર હતું. તે નગરમાં પ્રજાનું પાલન કરવામાં અતિશય ઇચ્છાવાળા શ્રેણિક નામે રાજા રાજ્ય કરતા હતા. જેના શુદ્ધ સમ્યકત્વને પાલન કરવાનું ત્રણ જગત્ને વિષે વિદ્યાના બીજાને સમ્યકત્વની વૃદ્ધિને માટે દૃષ્ટાંત આપતા હતા. તે નગરમાં અર્જુન નામે એક માળી વસતા હતા. તેને રૂપની સંપત્તિવડે પ્રશંસા કરવા લાયક બધુમતી નામે ભાર્યાં હતી. તે અન માળી નગરના ઉદ્યાનમાં રહેલા અને પ્રાતીયા યુક્ત મુદ્રપાણિ નામે યક્ષનુ હમેશાં પુષ્પના સમૂહથી પૂજન કરતા હતા. એક દિવસે તે નગરમાં આણંદના સાગરરૂપ અને ચિત્તના ઉત્સાહવાળા નગરના લોકો કોઈક સારા મહાત્સવને પ્રારંભ કરે છે. તે પ્રાતઃકાળે મ્હારાં પુષ્પા ઘણાં માંઘા થશે એવા વિચાર કરી તે અર્જુન માળી પેાતાની ભાર્યાંની સાથે પુષ્પના અગીચામાં ગયા. ત્યાં પુષ્પના સમૂ