________________
એકાદશ ગુણ વર્ણન.
पूर्वे वयसि तत्कार्यं, येन वृद्धः सुखीनवेत् । સર્વવત ર સવર્ણ ન છેત્ય સુરવી ” ?
શબ્દાર્થ_“ આઠ મહીનાએ, એક દિવસે, પ્રથમની અવસ્થાએ અને આયુષ્ય કરી મનુષ્ય તેવું કાર્ય કરવું જોઈએ કે આઠ મહીનાની, એક દિવસની, પ્રથમ વયની અને આયુષ્યની અંતે સુખને પામે / ૧૯ ા દિવસે તેવું કાર્ય કરવું? કે જેથી રાત્રિએ સુખી થવાય આઠ મહીનામાં એવું કાર્ય કરવું કે વર્ષ ૨૦તુમાં સુખી થવાય | ૨૦ | પ્રથમ વયમાં એવું કાર્ય કરવું કે જેથી વૃદ્ધાવસ્થામાં સુખી થવાય. સંપૂર્ણ વયથી એવું કાર્ય કરવું કે જેથી પરલોકમાં સુખી થવાય ૨૧ ”
ભાવાર્થ –કાર્ય કરતાં પહેલાં મનુષ્ય માત્ર વિચાર કરવો જોઈએ કે આ કાર્યનું ફળ ભવિષ્યમાં કેવું મળશે. આમ વિચાર કર્યાથી પ્રાયે અકૃત્ય થતાં નથી, વિર વિરોધ થતો નથી અને જીવને ભવિષ્યમાં શાંતિ મળે છે. વગર વિચારે કાર્ય કરવાથી લાભદાયી કાર્યથી પણ દુઃખ થાય છે. કેમકે એનું પરિણામ ક્યારે અને કેવું આવશે તે અનિશ્ચિત હોય છે, માટે કાર્ય કરતાં પહેલાં વિચાર કરવાનું કે આ કાર્ય પ્રાય આટલી મુદતમાં પરું થશે. હું તે કરવા સમર્થ છું, દેશકાળાદિ અનુકૂળ છે. આ કાર્યથી મને કાંઈ પણ ઉપાધી થશે નહીં. એમ સમજી કાર્ય કરે તે દિવસના કરેલા કાર્યથી રાત્રિએ ચિંતારહિત હોવાથી નિદ્રા આવવામાં અડચણ નડશે નહીં, તેમજ આડ માસમાં કરેલા કાર્યથી ચતુર્માસમાં ધર્મસાધન વિગેરે યિામાં વિદ્મ આવી પડશે નહીં. એજ પ્રમાણે પ્રથમની અવસ્થામાં એવું કાર્ય કરવું કે જેથી વૃદ્ધાવસ્થામાં ધર્મસાધન કરી શકાય, અને આખી જીંદગી એવી રીતે વ્યતીત કરવી જોઈએ કે જેથી આગામિ ભવમાં સુખપૂર્વક ધર્મની પ્રાપ્તિ થાય. આ હેતુથી જેનું પરિણામ છેડા, કાળમાં સમજાય તેવું ન હોય એવાં તથા બીજાની સાથે વિરોધ થાય તેવાં કાર્યો કદિ પણ કરવાં નહીં. હમેશાં ચિન્તા છે તે ચિતા સમાન છે, એવું આજ ગ્રંથમાં કહી આવ્યા છીએ, માટે જે કાર્ય કરવાથી ચિન્તા ઉભી થાય અને હમેશાં ચિત્ત ઉદ્વિગ્ન રહે તેવાં કાર્ય ધમ પુરૂએ કદિ કરવાં નહીં. જેમાં વસ્તુની આપ લે છેજ નહીં, પણ કેવળ ભાવ ખંડી ધનની આપ લે કરવામાં આવે છે, એવા સટ્ટા, સરત, જુગાર વિગેરેથી મન ઉપર ખરેખરી અસર થાય છે, અને મને હમેશાં ચિન્તાતુર રહે છે, તે આવા વેપારથી જરૂર વિરામ પામે. વળી ખરેખર વસ્તુની આપ લે વેપાર પણ પિતાની શક્તિ ઉપરાંત કરવાથી ચિત્તને અસમાધી રહે છે, અને વખતે નફાને બદલે નુકસાન થઈ જાય છે, તે ગજા ઉપરના વેપાર કરવાથી પણ મનુષ્ય સુખી થતું નથી,