________________
છે
કે
છે
एकादश गुण वर्णन. -- -
હs વે ગૃહસ્થને “નિંદિત કાર્યમાં પ્રવૃત્તિ નહીં કરવા રૂપ = અગીયારમા ગુણનું વર્ણન કરે છે.
મટ્ટર હિતે” –વળી દેશ, જાતિ, કુલ અને કાળ વિગેરેની અપેક્ષાએ જે નિંદિત કાર્ય હોય તેને ગહિત કહે છે. તેવા કાર્યમાં (ધમી પુરૂષ) પ્રવૃત્તિ કરનાર ન હોય, તેમાં દેશહિત કર્મ આ પ્રમાણે છે. સવીરદેશમાં કૃષિ કર્મ અને લાટ દેશમાં મદિરા ઉત્પાદન કરવાની ક્રિયા કરવી તેને દેશગહિત કહે છે. બ્રાહ્મણને મદિરાપાન કરવું તથા તલ, લુણ, લાખ અને લેઢા વિગેરેને વેપાર કરે એ જાતિની અપેક્ષાએ નિંદિત કર્મ ગણાય છે. તથા કુળની અપેક્ષાએ ચાલુક્યને મદિરાપાન કરવું તે કુળથી નિંદિત કર્મ છે. કાળની અપેક્ષાએ બ્રાહ્મણને નિશ્ચિત કર્મ આ પ્રમાણે છે –
'अग्निहोत्रं गवातम्नं, संन्यासं पलपैतृकम् ।
देवराच्च सुतोत्पत्तिं, कलौ पञ्च विवर्जयेत् ॥ १॥ | શબ્દાર્થ –“હેમ, ગાયને વધ, સંન્યાસ, પૂર્વજોને માંસના પિંડ અને દીયરથી પુત્રની ઉત્પત્તિ કરવી એ પાંચ કલિયુગમાં (બ્રાહ્મણે) ત્યાગ કરે ?”
વળી જ્ઞાનપૂર્વક જિનધર્મ અંગીકાર કરનાર શ્રાવકોએ પંદર કર્મદાનથી વેપાર કરે, કાળ વખતે કે રાત્રિએ ભજન અને અભક્ષ્ય વસ્તુનું ભક્ષણ કરવું વિગેરે શ્રાવકેને ગહિત કર્મ કહેવાય છે. તેવાં ગહિત કર્મ કરનાર શ્રાવકેનાં બીજા પણ ધમકા ઉપહાસ્યને માટે થાય છે. કહ્યું છે કે– . " अनुचितकारम्नः, प्रकृतिविरोधो बलीयसा स्पर्धा । प्रमदाजनविश्वासो, मृत्युघाराणि चत्वारि ॥२॥