________________
એકાદશ ગુણ વર્ણન.
૧૦૫
શબ્દાર્થ—અન્ય કર્મને આરંભ, પ્રજાની સાથે વિરોધ, બળવાનની સાથે સ્પર્ધા અને સ્ત્રી જાતિને વિશ્વાસ આ ચારે મૃત્યુનાં દ્વાર છે. . 1 ii .
ભાવાર્થ_“અનુચિતજ્ઞા જે કાર્ય પિતાને ઉચિત ન હોય તે કાર્ય કરવાનો આરંભ કરે તે મૃત્યુના દ્વાર સમાન છે. જેમકે મુનિપણું ગ્રહણ કરીને પ્રાણુંતિપાત, મૃષાવાદ, ચોરી, મૈથુન અને પરિગ્રહ વિગેરેમાં નિમગ્ન થવું, રેલ વગેરે વાહન દ્વારા પ્રયાણ કરવું, મંત્ર, જંત્ર, તંત્ર ઔષધિકામણ, ટુમણ, વશીકરણાદિકનું કરવું કરાવવું, ઈર્ષો અહંકારને વશ થઈ પિતાના આત્મિક કર્તવ્યને ભૂલી જઈ ધર્મકાર્યને જલાંજલી આપી ગૃહસ્થોને કરવા ગ્ય કાર્યમાં ગૃહસ્થની સાથે ખટપટમાં ઉતરવું, એકના પક્ષમાં ઉભા રહી બીજાને પરાજય કરવા પ્રયાસ કરે, પિતાને કકે ખરે કરવા લેકેની ખુશામત કરી પોતે ધારેલા કાર્યને પાર પાડવા નિરંતર મચ્યા રહેવું, ઉત્તમ પુરૂ ઉપર અસત્ય આક્ષેપ મુકી તેમને જાહેરમાં હલકા પાડવા પ્રયાસ કરે, ગુના ગુણે ઉપર દ્વિષ ધારણ કરી તેની નીંદા કરવામાં મચ્યા રહેવું, વીર રસની પુષ્ટી કરી શ્રેતાઓને પાણી ચઢાવવું, વ્યાખ્યાનમાં શૃંગારાદિક રસનું પિષણ કરી શ્રોતાઓને તદ્દમય બનાવવા, સ્ત્રી વિગેરેની વિકથા કરી પિતાના અમૂલ્ય સમયને ગુમાવી દે, સ્ત્રીઓના સંસર્ગમાં આવવું, જ્ઞાતિના ઝગડાઓમાં ભાગ લઈ તેના ફેસલા આપવા, રાજ વિરૂદ્ધ કાર્યને ઉત્તેજન આપવું, અને પોતાના કે પરના આત્માને ઉદ્ધાર કરવાનું જે મુખ્ય કાર્ય છે તેને ભૂલી જવું વિગેરે વિગેરે કાર્યો મુનિઓને અનુચિત ગણાય છે. તેમજ ગૃહએ પણ દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવને વિચાર કરી પિતાની શક્તિ જોઈ જેમાં ખરેખર આત્મ લાભ સમાએલ હોય તેવા ઉચિત કાર્યમાં પ્રવૃત્તિ કરવી જોઈએ. અમુક વખતે અમુક કાર્ય અનુચિત ગણાય છે અને તેજ કાર્ય અમુક સોગમાં બીજી વખતે ઉચિત થાય છે, તેથી અમુક કાર્યો કરતાં પહેલાં આજુબાજુના સગોને વિચાર કરી કાર્યોને આરંભ કરે. ધર્મ વિરૂદ્ધ, રાજ વિરૂદ્ધ, દેશ વિરૂદ્ધ, અને લેક વિરૂદ્ધ વિગેરે અને બીજા પણ આ લેક અને પરલેકને હાનિ પહોંચાડનાર કાર્યોને આરંભ કસ્તાં પહેલાં મન સાથે વિચાર કરવામાં આવે તો કઈ વખત પણ અનુચિત કાર્ય કરવાને પ્રસંગ આવે જ નહીં. આ શિવાયનાં ગૃહને બીજા કયાં કાર્યો અનુચિત છે તે ગ્રંથકારે જુદા જુદા ગુણેમાં પ્રસંગોપાત જણાવ્યાં છે. તેથી અત્રે લખ્યાં નથી. પણ અનુચિત કાર્ય આરંભ કરનાર મૃત્યુના દ્વારને પ્રાપ્ત થાય છે તે વાત ધ્યાનમાં રાખી પિતાના અને બીજાના આત્માનું કલ્યાણ જેમાં સમાયેલું હોય અને આ ભવ સંબંધી તથા ભવાંતર સંબંધી નાના પ્રકારની વિડંબના સહન ન કરવી પડે તેવા ઉચિત કાર્યમાં પ્રવૃત્તિ કરવી અને અનુચિત કાર્યથી તે દુરજ રહેવું જોઈએ.
૧૪