________________
નવમ ગુણ વર્ણન.
વિગેરે દેશોમાં દૃષ્ટિગોચર થાય છે. પણ જેવી રીતે શાસ્ત્રકાર ફરમાવે છે તેવી રીતે શ્રધ્ધા અને વિનય પૂર્વક જોવામાં આવતા નથી. તા જેને શ્રાવક ધર્મને ચાગ્ય થવું હાય તેણે શાસ્ત્રકારના ફરમાન મુજબ માતાપિતાર્દિક પૂજ્ય વર્ગનુ નમસ્કાર રૂપ પૂજન અવશ્ય કરવુ' જોઇએ. ‘ માતાપિતાને નિરતર નમસ્કાર કરનાર,” એ વિશેષણુથી સ્પષ્ટ જણાઈ આવે છે કે તેઓની આજ્ઞાનો ભંગ તા કરી શકાયજ નહીં. કારણકે વૃધ્ધાની આજ્ઞાનુસાર વર્ત્તન કરવું તેનેજ આગળ ઉપર શાસ્રકારે પૂજન કહેલું છે.
કેટલાએક કુપુત્રા સહેજ વાતમાં માતાપિતાની સામે થઇ તેમનાં હિતકારી અને અમૂલ્ય વચનાની અવજ્ઞા કરે છે. તેમનું નમસ્કાર અને આજ્ઞા પાલન રૂપ પૂજન તા દૂર રહ્યું, પણ અવસર આવે તેમના શરીર ઉપર પ્રહાર કરતાં પણુ અચકાતા નથી. આવા જીવા પ્રાયે કરી ધર્મને અયેાગ્ય હાય છે, અને તે પરલેકમાં જરૂર દુર્ગતિને આધીન થાય છે. તે વિવેકી પુરૂષાએ માતાપિતાની અવજ્ઞા કરનાર અધમ પુરૂષના સ’સર્ગ પણ કરવા વ્યાજબી નથી. કાઈ કારણસર અથવા અજ્ઞાનતાને લીધે માતાપિતાની પ્રકૃતિ દુઃસહ્ય હાય તાપણુ . ઉત્તમ પુત્રાએ તે તેમની નમસ્કારાદિ પૂજા કરી. જેવી રીતે તેમના ચિત્તને સમાધિ રહે તેવી રીતે વન કરવુ' એ ઉચિત છે. ‘ આ માતાપિતાના ભક્ત છે ’ એમ લેાકેાને બતાવવા ખાતર નહી', પણ અંતઃકરણની ખરી ભક્તિથી પૂજ્યવર્ગની પૂજામાં જોડાવુ જોઈએ; કારણ કે પ્રાણી માત્રને સંસારમાંથી તારનાર સ્થાવર અને જંગમ એમ એ તીથા કહ્યાં છે; તેમાં સ્થાવર તીર્થાંની સાથે માતાપિતાની સામ્યતા અતાવી છે. જો કે ગ્રથત્તાઁએ સ્મૃતિ પુરાણાદિકનાં વચના ટાંકી માતાપિતાને સ્થાવર તીર્થાંથી પણ અધિક શ્રેષ્ઠ ખતાવ્યા છે, તોપણ ઉપરના ક્લાક શ્વેતાં માતાપિતાની શત્રુંજયાદિ તીથૅની સાથે સામ્યતા બતાવી છે તેને તે કઈ પણ ના કહી શકે તેમ નથી. આ ઠેકાણે તાત્પ એવા છે કે, જે પુરૂષ હંમેશાં માતાપિતાની નમસ્કાર રૂપ પૂજા કરનાર ડાય છે તેજ પુરૂષ વિધિપૂર્વક તીર્થયાત્રા અને તીર્થોનું બહુમાન વગેરે કરી શકેછે. માટે માતાપિતાના પૂજક થઇ હંમેશાં તીર્થયાત્રા જેટલું ફળ પ્રાપ્ત કરવા ભાગ્યશાળી થવુ જોઈએ.
વળી તેમને પરલેાકમાં હિતકારી અનુષ્ઠાનને વિષે જેડવાથી, આલાક તથા પરલેાકના સ’પૂર્ણ વ્યાપારોની અંદર તેમની આજ્ઞા પ્રમાણે પ્રવૃત્તિ કરવાથી, ઉત્તમ વર્ણ અને ગંધયુક્ત પુષ્પ તથા ફળ વગેરે વસ્તુની ભેટ મુકવાથી અને નવીન