________________
અષ્ટમ ગુણ વર્ણન. એ પ્રમાણે છે તે ત્રણ આમળાં રહેવા દે અને તમે કુમારની સાથે ચિરકાળ સુધી રાજ્ય કર.” એમ બેલી કુમારને લાવી રાજાને અર્પણ કર્યો. તે અવસરે કુમારને જોઈ સર્વને આનંદ થયો. “ હે મંત્રિન્ ! આ શું ? એમ રાજાએ પુછયું
એટલે મંત્રિએ પિતાના આદેશથી લઈને પિતાનું સંપૂર્ણ વૃત્તાંત કહી સંભળાવ્યું. તેના આ સ્વરૂપને જાણી લજા પામેલા રાજાએ મંત્રીને અદ્ધાસન ઉપર બેસાડી કહ્યું કે “હે મંત્રિન! મહેં જે અમૂલ્ય આમળાની પુત્ર સમાન તુલના કરી તે સહન કરવું.” ઈત્યાદિ પ્રીતિયુક્ત વાકયથી પ્રભાકરને ખુશી કર્યો. પછી ઉત્તમ સ્વામી વિગેરેની પરીક્ષા જેણે કરી છે એવા પ્રભાકર મંત્રીએ રાજા સાથે રહી ચિરકાળ રાજ્યનું પાલન કર્યું. હવે ગ્રંથકાર આ ગુણની સમાપ્તિ કરતાં ઉપદેશ દ્વારા સજજનને સંગ કરવા આગ્રહ કરે છે. "प्रनाकरस्यैव समीक्ष्य साक्षात्फलानि सगात्सदसज्जनानाम् । विवेकिना सौख्यगुणाद्यवाप्त्य, कार्यः सदा सज्जनसहरडः॥१॥m
શબ્દાર્થ_વિવેકી મનુષ્ય સજજન તથા દુર્જનના સંગથી જે ફળ પ્રાપ્ત થાય છે તેને પ્રભાકરની પેઠે સાક્ષાત જોઈ સુખ અને ગુણ વિગેરેને મેળવવા માટે હમેશાં સજજનને સંગ કરવો ઉચિત છે. ૧૦” તિ અષ્ટમ 0
ક