________________
શ્રાદ્ધ ગુણ વિવરણ, जूयारवेसं नम नट्ट नट्ट तह कुकम्मकारीणं । સંવારે વવિના, પરદા ૨ મિત્તી છે ૬ ”
શબ્દાર્થ “દાસી, તિર્યથી પેષણ કરનાર, તાલાચર [લાબેટા પાડીને ફરવા વાળા મશ્કરા, ] સાધુ, બ્રાહ્મણ, મશાન, મૃગલાં વિગેરેને ફાંસામાં નાંખનાર (પારાધી), વ્યાધિ, શિકારી વિશેષ ( જનાવરેની મદદથી શિકાર કરનાર), હરિકેશ ચંડાલ વિશેષ, ભિલલેક, માછી, જુગારી, વેશ્યા, નટજાતિ વિરોષ, ભાટ અને કુકર્મ કરવાવાળા પુરૂષના ઘર તથા દુકાનને પાડોશ અને મૈત્રીનો સર્વથા ત્યાગ કરે જોઈએ. ૫-૬”
. વળી ઘર દેવળની પાસે હોય તે દુઃખ, ચતુષ્પથ [ક] માં હોય તે હાનિ, ધૂર્તના મકાન પાસે હાયતા પુલનાશ અને મંત્રીના મકાન પાસે હોય તે દ્રવ્યને નાશ થાય છે. મૂર્ખ, અધમ, પાખંડી, મર્યાદા રહિત, ચેર, રેગી, ક્રોધી, અંત્યજ, અહંકારી, ગુરૂની શય્યા સેવનાર, શત્રુ, સ્વમિવંચક, શિકારી, અને સાધુ, સ્ત્રી તથા બાળકને ઘાત કરનાર અધમ પુરૂ પાડે આત્માનું હિત ઈચ્છાનાર બુદ્ધિમાન પુરૂ ત્યાગ કરવો જોઈએ. ખરાબ પાડોશીને વિષે અંબીકાનું ઉદાહરણ આ પ્રમાણે છે –
ગિરનાર પર્વતની નજીક કુબેરપુરમાં દેવભટ્ટ અને દેવીલાને પુત્ર સેમભટ્ટ નામે બ્રાહ્મણ રહેતું હતું. તેને સ્વભાવથીજ દાનપ્રિય અંબિકા નામે ભાર્યા હતી. તે બન્નેને સિદ્ધ તથા બુદ્ધ નામે બે પુત્રો હતા. એક વખતે શ્રાદ્ધના દિવસે અંબિકાએ એક માસના ઉપવાસી સાધુને ભક્તિ, શ્રદ્ધા અને આનંદથી દાન આપ્યું. અંબિકાના તે દાનને જોઈ જાણે સાક્ષાત રાક્ષબીજ હોય નહીં અને જાણે કલહની મૂર્તિજ હોય નહીં, એવી તેની કોઈક પાડોશણ ઉંચે હાથ કરી એકદમ ઘરમાંથી નિકળી હેટા શબ્દોથી જેમતેમ બોલવા લાગી. તે અરસામાં કોઈ ઠેકાણે ગયેલી તેની સાસૂ આવી પહોંચી. તે પાડે શણનાં વચન સાંભળી ક્રોધયુક્ત થયેલી તેની સાસૂએ સમભટ્ટને જણાવી દીધું. સમભટ્ટ બેલ્યો કે, “અરે પાપિણ ! હજુ સુધી કુળદેવતાની પૂજા થઈ નથી, પિતૃપિંડ ભર્યા નથી અને બ્રાહ્મણને પણ જમાડ્યા નથી અને તે આ શું કર્યું?” ઈત્યાદિ આક્રેશ વચનેથી તિરસ્કાર કરી ઘરમાંથી કાઢી મુકી, અંબિકા પણ પિતાના બે પુત્રને લઈ એકદમ ત્યાંથી નિકળી ગઈ. ગામમાં કોઈપણ ઠેકાણે સ્થાન નહીં મળવાને લીધે નગરની બહાર જતાં ચાલવાથી થાકી ગયેલી અંબિકા પાસે તેના બન્ને પુત્રએ જળ માગ્યું. આગળ એક શુષ્ક સરોવર જોવામાં આવ્યું, તે તેના શીળના પ્રભાવને લીધે જળથી ભરાઈ ગયું, અને એક શુષ્ક આમ્ર વૃક્ષ હતું તે પણ ફળ યુક્ત થઈ ગયું. હવે જળ તથા ફળ વિગેરેથી સુખી