________________
૭૯
પણ ગુણ વર્ણન. ઉપર વેગવતીએ અસત્ય કલંકને આપ મુ. તેથી ભેળા લેક મુનિશ્રીની પૂજા કરતા અટકયા. મુનિશ્રીએ પણ પોતાના ઉપર લોકેનો અભાવ જોઈ તે અસત્ય કલંકના આપને જાણી લીધું. પછી તેમણે “હારા નિમિત્તે જિનશાસનની હાનિ મા થાઓ” એ વિચાર મનમાં રાખી ‘જ્યાં સુધી આ કલંક ઉતરે નહીં ત્યાં સુધી હારે ભેજન કરવું નહીં,” એવી પ્રતિજ્ઞા કરી કાઉસ્સગ ધ્યાને રહ્યા. પછી શાસન દેવતાની સહાયથી વેગવતીના શરીરમાં અતિતીવ્ર વેદના ઉત્પન્ન થઈ, અરતિ પ્રગટ થઈ, અને તત્કાળ તેનું મુખ શૂન્ય થઈ ગયું. પછી તેને પશ્ચાતાપ થવાથી સાધુ પાસે જઈ સર્વ લેકની આગળ પિતાના આત્માની નિંદા કરતી બેલી કે, “મેં દ્વેષભાવથી સાધુને ખેટું કલંક ચડાવ્યું છે. એ પ્રમાણે કહી મુનિને ખમાવી તેમને પગે લાગી. પછી શાસનદેવતાએ સજજ કરેલી વેગવતી ધર્મ સાંભળી દીક્ષા અંગીકાર કરી તેને ચિરકાળ પાળી સધર્મદેવલેકે દેવી થઈ. ત્યાંથી ચ્યવી જનકરાજાની પુત્રી સીતા નામે થઈ. પૂર્વભવમાં ખોટું આળ આપ્યું હતું તેથી સીતા અહિં કલંકને પાત્ર થઈ, પછી કલંકથી મુક્ત થયેલા સાધુની પણ લેકેએ પૂજા કરી અને જિનશાસનની પ્રભાવના થઈ. વળી જે બીજાના અવર્ણવાદ સાંભળે છે તે પણ પાપી ગણાય છે. કહ્યું છે કે – "निवार्यतामानि ! किमप्ययं बटुः,पुनर्विवकुः स्फुरितोत्तराधरः। न केवलंयोमहतां विनाषते,श्रृणोति यस्मादपि यः स पापनाक।३।"
• શબ્દાર્થ–“હે સખી! ઉપરના સ્લાયમાન હેઠવાળા અને કાંઈ પણ બીજી વખત કહેવાની ઈચ્છાવાળા આ બટુકને નિવારણ કરકારણ કે જે મહાન પુરૂની નિંદા કરે છે તે એલેજ પાપી ગણાય છે એમ નહીં, પરંતુ જે નિંદા સાંભળે છે તે પણ પાપને ભાગી થાય છે. ૩”
આ ગુણની સમાપ્તિ કરતાં ગ્રંથકાર મહાશય ઉપદેશદ્વારા આ ગુણને મેળવનાર ગૃહસ્થ ધર્મને યુગ્ય થાય છે એમ દર્શાવે છે. "इत्थं सदा निन्द्यमवर्वाद,त्यजन्परेषां श्रवणं च तस्य । जगजनश्लाध्यतया गृहस्थः,सफर्मयोग्यो भवतीह सम्यक्॥॥"
શબ્દાર્થ– ઉપર જણાવ્યા પ્રમાણે નિરંતર નિંદવા પિગ્ય એ બીજાને અવર્ણવાદ અને તેનું શ્રવણ એ બન્નેને ત્યાગ કરતો ગૃહસ્થ જગતના લેકેને પ્રશંસનીય થવાથી આલાકમાં સારી રીતે સદ્ધર્મને યોગ્ય થાય છે. ૪” તિષ8 |