________________
તૃતીય ગુણ વર્ણન. માની વધારે ઈચ્છા કરવી ઉચિત નથી; કેમકે તેમ કરવાથી કઈ પ્રાપ્ત થતું નથી, અને ઉલટું અસંતોષને લઈને એવી ઈચ્છા રાખનાર હંમેશાં દુઃખી જ રહે છે. કેટલીએક સ્ત્રીઓ પિતાના સ્વામી તરફથી મળેલાં વસ્ત્રાભૂષણથી સંતોષ નહીં માનતાં બીજા ધનાઢયની સ્ત્રીઓનાં અતિ ઉત્તમ વસ્ત્રાભૂષણ જોઈ તેવાં મેળવવા પિતાના પતિને હેરાન કર્યા કરે છે. આથી સતેષ શિવાયની સ્ત્રી સાથને ગૃહસંસાર સુખમય થતું નથીપણ જેની સ્ત્રી સંતોષી હોય તેને આ દુનીયાંજ સ્વર્ગ રૂપ થાય છે. * જે સ્ત્રી સાક્ષર હોય છે તે ગમે તેવા પ્રસંગે પણ કઠોર મર્મભેદક અને બિભત્સ શબ્દ વિગેરેનો ઉચ્ચાર કદિ પણ કરતી નથી. અને અવસરે પણ મદનસુંદરીની પેઠે મધુર, પરિમિત અને સમાચિત બેલનારી હોય છે. મધુર આલાપ પણ એક જાતનું વશીકરણ છે અને તે જેની પાસે હોય તેને આ જગત લીલા માત્રથી વશ થાય છે. પ્રિયભાષીપણુથી આ લેકમાં આદર, યશવાદ, ધર્મગ્યતા અને પરલોકમાં સુખ સંપત્તિની પ્રાપ્તિ થાય છે, માટે મહાન ભાગ્યોદય પ્રાપ્ત થયેલા મનુષ્યભવને સાર્થક કરવા દરેક સ્ત્રીએ પ્રિયભાષીપણું મેળવવા સતત પ્રયાસ કરે જોઈએ.
પતિના ચિત્તને અનુસરીને વર્તનારી સ્ત્રી મણિ, મંત્ર, ઔષધિ અને કામણ હુમણ વિના પણ પિતાના પતિને વશ કરી લે છે, માટે જે સ્ત્રીને પિતાના પતિને વશ કરવાની ઈચ્છા હોય તેણે રૂખમણી અને દ્વિપદીની પેઠે તેના અભિપ્રાયને અનુસરીને વર્તન કરવું કે જેથી પતિ સહેજે વશ થશે.આ ગુણ પણે દરેક સ્ત્રીઓને અનુકરણ કરવા ગ્યા છે જે સ્ત્રીમાં આ ગુણ હોય છે તે સ્ત્રી પતિની માનનીક છેવાથી હંમેશાં સુખી થાય છે.
પિતાના કુળને ઉચિત હોય તેટલેજ ખરચ કરનારી સ્ત્રી હોય તે તે કુટુંબમાં પ્રિય થઈ પડે છે, અને વિશ્વાસ પાત્ર થાય છે. જે પતિ પાસે જઈએ તેટલા પૈસાની જોગવાઈ ન હોય, અને સ્ત્રી વિશેષ ખચાલુ હોય તે તે ઘર જલદી દુર્દશાને પ્રાપ્ત થાય છે. માટે સ્ત્રીઓએ પિતાના પતિની સંપત્તિને અનુસાર ખરચ કરે, કે જેથી દિવસે આનંદથી નિર્ગમન થાય, આવી સ્ત્રી કુટુંબનું ઘણું માન મેળવવા ભાગ્યશાળી થાય છે. ઉપરોક્ત સર્વ ગુણોપેત જે સ્ત્રી હોય તેને લક્ષમી તુલ્ય ગણવામાં આવે છે, અને તેવી જ સ્ત્રીઓ ઉભય કુળને પ્રકાશમાં લાવે છે. માટે ગૃહસ્થએ ઉપરના બે લોકમાં જણવેલા ગુણયુક્ત જે સ્ત્રી હોય તેવી રીતે સંગ્રહ કરે ઉચિત છે.