________________
૮રૂ
आगमप्रतिपक्षनिराकरणम् च । अरविन्दकोंकणाणं सयवत्तसहस्सवत्ताणं ।।१।। बिंट बाहिरपत्ता य कनिआ चेव एगजीवस्स - इति ।
સૌગન્ધિક, સુભગ, નલિન, પવ, ઉત્પલ, અરવિંદ, કોકનદ, શતપત્ર, સહસ્ત્રપત્ર આ (બધી કમળની જાતો)ના ડીંટડા, બહારના પાંદડા અને કર્ણિકા એક જીવના હોય છે. (પ્રજ્ઞાપના ૧/ ૧૨૬-૧૨૭)
तथा-इक्कडि इच्छु नलाईण वंसभेआण चेव सव्वाणं । एस विसेसो भणिओ सुअम्मि जं भो निसामेह ||१|| अच्छिं पव्वं पलिमोडओ अ एआई एगजीवस्स - इति ।
તથા – ઇક્કડ (એક જાતનું તૃણ), ઇશુ, નડ (તૃણ વિશેષ) વગેરેનો અને સર્વ વાંસના પ્રકારોનો આ વિશેષ શ્રતમાં કહ્યો છે, તે સાંભળો - અક્ષિ (આંક તરીકે ઓળખાતો ભાગ), સાંધા, સાંધા પર ચક્રાકાર પરિષ્ટને આ એક જીવસંબંધી હોય છે. (પ્રજ્ઞાપના ૧/૧૨૮-૧૨૯)
तथा-पुष्फफलं कालिंगं तुंबं तउसेल वालुंकं | घोसालयं पडोलं तिडूसं एवमाईणं ।।१।। बिंटं गिरं कडाहं एआई हवंति एगजीवस्स । पत्तेअं मिजाउ केसरसहिआ वइअरा वा ||२||
તથા - પુષ્પ, ફળ, કલિંગર, તુંબડુ, કાકડી, ચીભડું, ઘોષાતકી (લતા વિશેષ), પટોલ (લતા વિશેષ), હિંદૂસ (વૃક્ષ વિશેષ), આ વનસ્પતિઓનું ડીંટડ, બીજકોષ અને માંસ આ એક જીવના હોય છે. (તેમના પાંદડા પ્રત્યેક જીવથી અધિષ્ઠિત