________________
२१
आगमप्रतिपक्षनिराकरणम् જોઇએ ઇત્યાદિ નિશ્ચયનયને અવલંબીને જે ધ્યાન વગેરે કહ્યા છે, તે પણ આ શાસ્ત્રાભ્યાસનું પૂર્વાપરવિરોધિપણું સૂચવે છે. ૨૯માં
નૈશ્ચયિક પર્યુષણા આત્મરણારૂપ છે. તેથી તેને નિયત તિથિની અપેક્ષા નથી, તેમ ૧૧ ઘડી આદિ સમયની પણ અપેક્ષા નથી. આ રીતે નિશ્ચયપ્રરૂપણાની પ્રતિજ્ઞા કરીને સમયની પ્રતિબદ્ધતા કહી તે પૂર્વાપરવિરોધ છે. અથવા તો તે નિરૂપણ કરનાર ગ્રંથમાં અન્ય વિષયક પૂર્વાપર વિરોધ સંભવે છે, જેને ધ્યાનાદીનિ શબ્દથી સૂચિત કર્યો છે. રિલા
तथा सिद्धान्ते सितपक्षान्ते एव मासः प्रोक्तः, अत्र पुनरसुर- . सम्बधा(त्) कृष्णपक्षान्तः सम्प्रत्यसुरराज्ये प्रवर्तमानस्तदनुसारीणि च ध्यानादीनि । एतदप्येतस्याधुनिकत्वपिशुनम् ।।३०।।
તથા સિદ્ધાન્તમાં સુદ પક્ષના અંતે જ મહિનો (પૂર્ણ થાય છે એમ)કહ્યું છે. પણ અહીં અસુરના સંબંધથી વદ પક્ષના અંતે (મહિનો પૂર્ણ થાય છે. આ રીતે) હમણા અસુરરાજ્યમાં (મહિનો) પ્રવર્તે છે, તેને અનુસારે ધ્યાન વગેરે (પ્રવર્તે છે.) આ વચન પણ એ ગ્રંથની આધુનિકતાની ચાડી ખાય છે. 1130ll
આધુનિકતા આ શબ્દનું તાત્પર્ય છે શાસ્ત્રનિરપેક્ષપણે સ્વમતિકલ્પિતતા. એનું કારણ એ છે કે ઉક્ત વિધાન શાસ્ત્રસિદ્ધ નથી.
तथा-ईसरपभिईहिं तहिं वाघाओ खद्धलोहुदाराणं दंसणसंगो