________________
१८
आगमोपनिषद् આવું વચન સ્વસિદ્ધાન્ત વિરુદ્ધ છે અને વિચારણીય છે. ર૩.
વિષયની અપેક્ષાએ કેવળજ્ઞાનનું સર્વગતત્વ ઘટે છે, પણ સર્વથા સર્વગતત્વ તો આગમવિરુદ્ધ છે. ર૩
तथा पौद्गलिकत्वात् शब्दस्य शब्दोऽम्बरगुण इत्यम्बरगुणत्वं शब्दस्य यदुक्तम्, तदपि स्वसिद्धान्तविरुद्धम् ।।२४।।
તથા શબ્દ પગલિક છે. માટે શબ્દ આકાશગુણ' એમ શબ્દનું આકાશગુણપણું જે કહ્યું છે તે પણ સ્વસિદ્ધાન્તવિરુદ્ધ છે. ૨૪
ન્યાયદર્શન શબ્દને આકાશનો ગુણ માને છે, પણ વાસ્તવમાં શબ્દ એ ગુણ નહીં પણ પુદ્ગલ દ્રવ્ય છે. માટે જ દીવાલ વગેરેમાં તે પ્રતિઘાત પામે છે અને તીવ્ર શબ્દથી કાનના પડદામાં પણ ઉપઘાત થાય છે. ર૪
तथा प्रतिष्ठामहे सार्वभौमाः शतनवत्यादिमिताः पेटारूपा गव्यूतद्वयादिप्रमाणाः स्वर्णरूप्यटङ्ककभृताः कनकरजतघटिताः कम्बिका ब्राह्मणेभ्यो ददतीति यदुक्तं तत्र बहुविचार्यम् ।
यतस्ताः केन कथं वा निष्पाद्यन्ते कथं चोत्पाद्यन्ते ? कुत्र वा स्थाप्यते ? नगराणां तूत्कर्षतोप्यायामपृथुत्वाभ्यां द्वादशनवयोजनमानत्वात् ।।२५।।
તથા પ્રતિષ્ઠા મહોત્સવમાં ચક્રવતીઓ ૧૦૦-૯૦ વગેરે સંખ્યાની પેટીઓરૂપ, બે ગાઉ વગેરે પ્રમાણવાળી, સોનારૂપાના સિક્કાઓથી ભરેલી, સુવર્ણ-રજતથી ઘડેલી, કંબિકાઓ