________________
आगमप्रतिपक्षनिराकरणम्
१३
તીર્થંકર છે. તેમનો જન્મ આ = અહીંની દ્વારિકામાં થાય એ શક્ય નથી. માટે એ વિધાન વિચારણીય છે. ।।૧૭।।
तथा एकेन्द्रियद्वयसमाना द्वीन्द्रियहिंसा, एवं त्रयाणामेकाक्षाणां हिंसायाः सदृक्षा त्रीन्द्रियस्य सा, चतुर्णां चतुरिन्द्रियस्य, पञ्चानां पञ्चेन्द्रियस्य, दशानां मनुजस्य, विंशतेर्गुणाधिकपुरुषस्य, चतुःसहस्राणां ब्राह्मणस्येत्यादि यदुक्तं तदपि महाविरुद्धं શ્રીમવા મેન ||૧૮ ||
તથા બે એકેન્દ્રિયની હિંસાની સમાન બેઇન્દ્રિય હિંસા, એમ ત્રણ એકેન્દ્રિયોની હિંસાની સમાન તેઇન્દ્રિયની તે (હિંસા), ચાર (એકેન્દ્રિયોની હિંસા) ચઉરિંદ્રિય (જીવની હિંસા સમાન છે.) પાંચ (એકેન્દ્રિયોની હિંસા) પંચેન્દ્રિય (જીવની હિંસા સમાન છે.) દશ (એકેન્દ્રિયોની હિંસા) મનુષ્યની (હિંસા સમાન છે.) વીશ (એકેન્દ્રિયોની હિંસા) ગુણાધિક (વિશિષ્ટ ગુણવાન) પુરુષની (હિંસા સમાન છે.) ચાર હજાર (એકેન્દ્રિયોની હિંસા) બ્રાહ્મણની (હિંસા સમાન છે.) એવું જે કહ્યું, તે પણ શ્રીઆગમથી મહાવિરુદ્ધ છે. ૧૮॥
અહીં કારણ એ છે કે જેમ પંચેન્દ્રિયવધ નરકનું કારણ બને છે, તેમ પાંચ એકેન્દ્રિયની હિંસા નરકનું કારણ બનતી નથી. અન્યથા તો ચિત્ત જળ પરભોગ આદિમાં અસંખ્ય એકેન્દ્રિયની વિરાધના હોવાથી તે પણ નરકનું કારણ બને. આગળ એ જ વાત કહે છે –