________________
२०८
आगमोपनिषद् द्वादशाध्यायीपञ्चाध्यायीप्रभृतिप्रोक्त-श्रीमदागमानुयायिवचनविवर्जितस्य सर्वस्याप्येतस्य ग्रन्थस्य विज्ञेयम् । प्रभृतिशब्देनाग्रेतनेष्वपि ग्रन्थेषु यत्किमपि श्रीमदागमानुयायि स्यात्तस्यावज्ञा मा भूदिति सूच्यते ।
તથા શ્રીઆગમમાં જે દેખાતું જ નથી, અને તેમાં જેનો નિષેધ જ કર્યો છે, તે જ – "શ્રી આગમમાં આ કહ્યું છે' - એવું જે આ કુશાસ્ત્ર દ્વારા કહેવાય છે, તેથી તેને શાસ્ત્રાભાસ કહેવાય છે. દ્વાદશાધ્યાયી - પંચાધ્યાયી વગેરે આગમાનુસારી વચનથી રહિત આ સર્વ ગ્રંથ શાસ્ત્રાભાસ છે એમ સમજવું જોઇએ.
વગેરે શબ્દથી - આગળના ગ્રંથોમાં પણ જે કાંઇક આગમાનુસારી હોય, તેની અવજ્ઞા ન થાઓ, એમ સૂચવાય છે. " બધા ગ્રંથો શાસ્ત્રાભાસ છે, એમ જો કહે, તો તેમાં પણ જેટલું આગમાનુસારી હોય, તેની આશાતના થાય. માટે તેટલાને બાકાત કરીને બાકીનાને શાસ્ત્રાભાસ કહ્યા છે. આ વચન પૂજ્ય ગ્રંથકારશ્રીના વિશિષ્ટતર આગમબહુમાન અને ભવભીરુતાદિ ગુણોનું સૂચક છે.
एवमेतस्मिन्बहूनि श्रीआगमविरुद्धानि निरीक्ष्यो-त्सूत्रभीरुभिः श्रीमदागम एव बहुमानो विधेयः । यतो निर्बाथानां दुःषमाकालजीवानां श्रीमानागम एवालम्बनम्, यदुक्तम्-कत्थ अम्हारिसा पाणी दूसमादोसदूसिआ | हा अणाहा कहं हुंता? न हुतो जइ जिणागमो-इति । .