________________
आगमप्रतिपक्षनिराकरणम्
२०७ જિનચરિત્રો દેખાય છે, તે પણ પૂર્વકથિત યુક્તિથી કાલ્પનિક હોય તેવા લાગે છે.
किञ्च भरतेन यदा वेदाः कृतास्तदा तस्य गार्हस्थ्यमभूत्। तेनावधिज्ञानादिविशेषविज्ञानरहितस्य कौतस्कुती स्यात्पञ्चचतुर्विंशतिकाजिनस्वरूपविज्ञानशक्तिः ? चेदेतावती ति(वि)ज्ञानशक्तिः स्यात्तदैतच्चतुर्विंशतिकोत्तमनरस्वरूपमपि कस्मात्पृष्टं श्रीऋषभजिनसमीपे भरतेन ? देवेभ्यश्चेत्पञ्च-चतुर्विंशतिकास्वरूपं विज्ञानमिति चेत्कथयिष्यते, तदपि न सङ्गतम् ? यतस्तेषां पञ्चविंशतिसहस्रमितसेवकयक्षाणां व्यन्तरत्वेन तावत्या विज्ञानशक्तेरभावादित्यादि बहु चर्च्यम् ।
વળી જ્યારે ભરતે વેદો બનાવ્યા, ત્યારે તે ગૃહસ્થ હતા. તેથી અવધિજ્ઞાન વગેરે વિશેષ વિજ્ઞાન વિના તેમને પાંચ ચોવીશીના તીર્થકરોના સ્વરૂપ જાણવાની શક્તિ શી રીતે મળે?
જો એટલી વિજ્ઞાનશક્તિ હોત, તો ભરતે શ્રીકૃષભજિન પાસે આ ચોવીશીના ઉત્તમ પુરુષનું સ્વરૂપ કેમ પૂછ્યું?
જો એમ કહો કે દેવો દ્વારા તેમણે પાંચ ચોવીશીઓનું સ્વરૂપ જાણ્યું, તો એ પણ સંગત નથી. કારણ કે તેમના ૨૫૦૦૦ સેવક દેવો વ્યંતર હોવાથી તેમની તેટલી વિજ્ઞાનશક્તિ ન હોય, વગેરે ઘણું વિવાદાસ્પદ છે.
तथा यदेव न निरीक्ष्यते श्रीमदागमे, यदेव च तत्र निषिध्यते, तदेव च-'श्रीआगम एतदुक्तमस्ति' इति यदुच्यत एतेन, तस्मादेतस्य शास्त्राभासत्वं निगद्यते । एतच्च शास्त्राभासत्वं