________________
आगमप्रतिपक्षनिराकरणम्
१८९ વર્ષના હાથીને પણ મદોન્મત્ત કહ્યો, એવું અનુમાન થાય છે. __ तथा चतुर्थीपर्युषणात् कृष्णपक्षान्तासुर-सम्बन्धिमासाठदीनि पूर्वोक्तान्येतस्याधुनिकत्वं पिशुनयन्ति । तथा पदवीवृद्धं साधुमशीतिसंवत्सरपर्यायोऽपि यतिर्वन्दते, अत्राशीतिवर्षपर्यायस्योत्कृष्टा या पर्यायवृद्धता ज्ञाप्यतेऽशीति-पदेन, साप्याधुनिकत्वमेतस्य प्रकटयति । यतश्चेद्भरत-कालीनमेतत् स्यात्तदा देशोनपूर्वकोटिपर्याय इति प्रोक्तं स्यादिति ।।५।।
તથા ચોથના પર્યુષણથી વદ પક્ષ સુધીના અસુર સંબંધી માસ વગેરે જે પૂર્વે કહ્યા, તે આ શાસ્ત્રાભાસ આધુનિક છે, એવું સૂચવે છે. તથા પદવીથી વડીલ સાધુને એંશી વર્ષના પર્યાયવાળા મુનિ પણ વંદન કરે છે, અહીં એશી-પદથી એંશી વર્ષના પર્યાયને જે ઉત્કૃષ્ટથી મોટો પર્યાય કહેવાય છે, તે પણ એમ પ્રગટ કરે છે, કે આ શાસ્ત્રાભાસ આધુનિક છે, કારણ કે જો આ શાસ્ત્ર ભરતના કાળનું હોત તો દેશોનપૂર્વકોટિ પર્યાય એમ કહ્યું હોત. આપા
तथा पिप्पलाद-याज्ञवल्कादिभिरनार्या(:) कृता वेदा इत्यत्र कृता इत्यतीतकालोक्तिराधुनिकत्वव्यजिकैतस्य ।।६।।
તથા 'પિપ્પલાદ – યાજ્ઞવલ્ક વગેરેએ અનાર્ય વેદો બનાવ્યા.' અહીં બનાવ્યા' એમ ભૂતકાળનું વચન પણ એમ પ્રગટ કરે છે, કે આ શાસ્ત્ર આધુનિક છે. Iકા
तथा बह्ववि(?) अवश्यं यातार इत्येतस्य वृत्तस्य तथावयं येभ्यो जात्या-इत्यादीनां भर्तृहर(रि)विरचितशत