________________
आगमोपनिषद्
१६२
कथं स्यान्मध्यमम् ? यतः सर्वजघन्यादायुःप्रमाणादारभ्य समयाधिकतया तावन्मध्यमत्वमायुषः पृथ्व्यादीनां यावत्तेषामुत्कृष्टायुर्द्वाविंशतिसहस्रादिमानसमयहीनम् । तत्कथं सङ्गच्छत आयुषोऽर्द्धस्यैव मध्यमत्वम् ।।१७० ।।
તથા આયુષ્યનું અડધું = મધ્યમ આયુષ્ય, એવું જે કહેવાય છે, તે પણ ઉચિત નથી, કારણ કે પૃથ્વી વગેરેનું ઉત્કૃષ્ટ આયુષ્ય બાવીશ હજાર (વર્ષ) વગેરે સિદ્ધાંતમાં કહેવાય છે. તો તેનું અડધું અગિયાર હજાર વગેરે થાય. તો એટલા પ્રમાણનું મધ્યમ આયુષ્ય શી રીતે થાય ? કારણ કે સર્વથી જઘન્ય એવા આયુષ્યના પ્રમાણથી માંડીને સમયાધિકરૂપે ત્યાં સુધી પૃથ્વી વગેરેનું મધ્યમ આયુષ્ય છે, જ્યાં સુધી તેમના ઉત્કૃષ્ટ આયુષ્ય બાવીશ હજાર (વર્ષ) વગેરેના પ્રમાણથી એક સમય હીન આયુષ્ય હોય. માટે આયુષ્યનો અડધો ભાગ જ મધ્યમ છે, એવું શી રીતે સંગત થઇ શકે ? ।।૧૭૦।।
तथा (यत्र) मनुजानां प्रचारस्तत्रैकेन्द्रियाणां जघन्यमेवायुरित्येतद् यथा न युज्यते तथा प्राग्भावितम् । यत्र द्वीन्द्रियादीनां प्रचारस्तत्र यदेकाक्षाणामायुषोऽर्द्धमित्येतत्तु यन्निगद्यते, तदपि न सङ्गच्छते । यतस्तत्र जघन्यायुरन्तर्मुहूर्तमानम्, तदाग्रेतनानि समयाभ्यधिकान्यपि मध्यमायूंषि भवन्त्येव । उत्कृष्टायुरपि चेत्तत्र भवेदेकेन्द्रियाणां तदापि किं बाधकमिति ।।१७१ |
તથા જ્યાં માણસોની અવરજવર હોય, ત્યાં એકેન્દ્રિયોને જઘન્ય આયુષ્ય જ હોય, એવું જે રીતે ઘટતું નથી, તે રીતે પૂર્વે