________________
आगमोपनिषद्
પૂ. હરિભદ્રસૂરિ મહારાજાએ લોકતત્ત્તનિર્ણય નામના ગ્રંથમાં કહ્યું છે કે જે શાસ્ત્ર પર વિચાર કરતાં તે પ્રત્યક્ષથી અને અનુમાનથી યુક્તિરહિત લાગે તે શાસ્ત્રને કયો બુદ્ધિશાળી અનુસરે ? ગાયના શિંગડામાંથી જો દૂધ મળી શકે, તો જ એવા શાસ્ત્રને અનુસરવાથી આત્મહિત થઇ શકે.
२
(શ્લોક-૧૬)
યોગવાશિષ્ઠમાં પણ કહ્યું છે કે - જો પૌરુષેય શાસ્ત્ર પણ યુક્તિસંગત હોય તો તે ઉપાદેય છે. યુક્તિરહિત શાસ્ત્ર તો આર્ષ-ઋષિપ્રણીત હોય તો પણ તેનો ત્યાગ કરવો જોઇએ. ન્યાયમાર્ગનું જ સેવન કરવું જોઇએ.
બીજી બાજુ એ પણ ધ્યાન રાખવું જોઇએ કે એ શાસ્ત્ર આગમવિસંવાદી ન હોવું જોઇએ, અન્યથા યુક્તિમાત્ર તો બધે સુલભ છે. જેમ કે - કોઇ તર્કશાસ્ત્રનો અભ્યાસી રસ્તા પરથી જતો હતો, ત્યારે કોઇ ગાંડો હાથી આવી ચડ્યો. લોકો દોડાદોડ કરવા લાગ્યા. પેલો તાર્કિક મજેથી ચાલતો હતો. લોકોએ કહ્યું, "જલ્દી ભાગ, નહીં તો હાથી ચગદી નાખશે." તાર્કિકે કહ્યું હાથી પોતાને અડેલાને ચગદે કે નહીં અડેલાને ? જો અડેલાને ચગદે, તો એ પોતાના પર બેઠેલા મહાવતને જ ચગદી નાખે. પણ એવું તો એ કરતો નથી. માટે હાથી અડેલાને ચગદી નાખતો નથી. હવે જો એ નહીં અડેલાને ચગદી નાખતો હોય, તો પછી ભાગવાનનો અર્થ જ રહેતો નથી.
બિચારો તાર્કિક આવા તર્કો કરતો રહ્યો અને હાથીએ