________________
आगमप्रतिपक्षनिराकरणम्
१३९ હોવા છતાં પણ મૈથુનમાં તેનાથી થયેલ પાપની શુદ્ધિ માત્ર એકાસણાના તપથી કહી છે, માટે એ વચનમાં પૂર્વાપર વિરોધરૂપ બાધા (દોષ) ઘણી સારી રીતે સમજાય એવો છે. I૧૩૧
तथा यत्रैकस्यैकाक्षस्यापि तनूमतः प्राणहरणं सम्भवेत्तत्रानन्तानुबन्धिकषायोद्गमः प्रतिपाद्यते तदपि विरुद्धम्, यत एवं चेत्कषायानामनन्तानुबन्धिनामुद्गम: स्यात्तदा धर्मप्रतिपत्त्यनन्तरं साधुभिः श्राद्धैश्च यावज्जीवं चतुर्विधाहारपरिहारं विधाय त्रिगुप्ततया कायोत्सर्गेणैवास्थयमन्यथा वर्षादौ साधूनां विहरणादिहेतोः बहिर्गच्छतां पनकोदकादिजीवविराधनासम्भवेऽनन्तानुबन्धिकषायोद्गमात्सम्यक्त्वस्याप्यपगमेन कौतुस्कुती सम्भवेत्सर्वविरतिकिंवदन्त्यपि ?
તથા જ્યાં એક પણ એકેન્દ્રિયની વિરાધના સંભવે ત્યાં અનંતાનુબંધી કષાયનો ઉદય કહેવાય છે, તે પણ વિરુદ્ધ છે. કારણકે જો આ રીતે અનંતાનુબંધી કષાયોનો ઉદય થતો હોય, તો સાધુઓ અને શ્રાવકોએ ધર્મના સ્વીકાર બાદ આજીવન ચારે પ્રકારના આહારનો ત્યાગ કરીને મન-વચન-કાયાથી ગુપ્ત થઇને કાયોત્સર્ગમાં જ રહેવું પડશે. અન્યથા વરસાદ વગેરેમાં સાધુઓ શરીરચિંતા આદિને કારણે બહાર જાય તો શેવાળ, પાણી વગેરે જીવોની વિરાધના સંભવિત હોવાથી અનંતાનુબંધી કષાયનો ઉદય થવાથી સમ્યક્ત પણ જતું રહે, તો પછી સર્વવિરતિની તો વાત પણ ક્યાંથી રહે ?
श्राद्धानां चापरे कृषिवाणिज्यरन्धनादिमहारम्भा-स्तावदासताम्, सर्वदापि पानादिनिमित्तं तटाकादिभ्यः पानीयादानेऽपि