________________
८५
आगमप्रतिपक्षनिराकरणम्
एतच्चान्तमुहूर्तप्रमाण एतेषामायुषि स्वीक्रियमाणे कथं सङ्गतिमङ्गति ? न ह्येतानि वृन्तबाह्यपत्रादीनि सौगन्धिकादीनां इक्कडिप्रमुखाणां चाक्षिप्रभृतीनि, पुष्पफलादीनां च वृन्तप्रभृतीन्येकजीवनिर्वानि मुहूर्तमात्रेण निष्पद्यन्ते, किन्तु कियद्भिरपि दिवसैरेव । तत्कथं पद्मशतपत्रादीनां फलादीनां च मनुष्यक्षेत्रेप्यन्तर्मुहूर्तप्रमाणतैवायुषः ।
જો એમનું આયુષ્ય અંતર્મુહૂર્ત પ્રમાણ જ માનો, તો આ શી રીતે સંગત થાય ? કારણ કે સૌગંધિક વગેરેના ડીંટડા, બાહ્ય પાંદડા વગેરે ઇક્કડી વગેરેની આંખ વગેરે અને પુષ્પફળ વગેરેના ડીંટડા વગેરે જે એક જ જીવથી બને છે, તે કાંઈ એક મુહૂર્તમાં જ બની જતા નથી. પણ કેટલાક દિવસોમાં જ બને છે, તો પછી પઘ, શતપત્ર વગેરેનું અને ફળ વગેરેનું મનુષ્યક્ષેત્રમાં પણ અંતર્મુહૂર્ત પ્રમાણે જ આયુષ્ય શી રીતે ઘટે?
અહીં આશય એ છે કે જો ડીંટડા વગેરે ભિન્ન-ભિન્ન જીવથી બનતા હોત તો પ્રત્યેક અંતર્મુહૂર્ત નવો નવો જીવ આવે અને કેટલાક દિવસોમાં તેની નિષ્પત્તિ થાય, આ રીતે ઘટી શકત. પણ પ્રજ્ઞાપના સૂત્ર સ્પષ્ટ કહે છે કે તે તે અવયવ એક જીવથી જ બને છે. વળી તે તે અવયવ કેટલાક દિવસો બાદ જ નિષ્પત્તિ પામે છે, એ તો પ્રત્યક્ષસિદ્ધ છે. માટે તે જીવનું એટલા દિવસનું આયુષ્ય તો માનવું જ પડે માટે અંતર્મુહૂર્તપ્રમાણ જ તેમનું આયુષ્ય છે, એવું માનવું ઉચિત નથી.
तथा-नाणाविहसंठाणा रुक्खाणं एगजीविआ पत्ता ।