________________
૩૫
ભરતમાં સૂર્યોદય ગતિ. અર્થાત આગળ વધે એટલે પ્રથમ જે અયોધ્યાની હદમાં જ પ્રકાશ પડતો હતો તે હવે આગળના ક્ષેત્રમાં (મૂળ સ્થાનથી જેટલું ક્ષેત્ર સૂર્ય વલયાકારે આ બાજુ ખસ્ય તેટલા જ પ્રમાણુ પ્રકાશ આ બાજુ વધ્યો) પ્રકાશ પડવા માંડ્યો.
એ સૂયે આગળ કહ્યું ક્ષેત્ર પ્રકાશ્ય?
ભરતક્ષેત્રની અપેક્ષાએ ભારત સૂર્ય નિષધે ઉદય પામ્યો હોય ત્યારે સૂર્યના તેજની લંબાઈ અયોધ્યા સુધી હોવાથી અયોધ્યાના પ્રદેશમાં રહેતા વતનીને તે સૂર્ય ઉદયરૂપે દેખાય, જ્યારે અયોધ્યાની અંતિમ હદે એટલે જ્યાંસુધી સૂર્યના પ્રકાશવાળું ક્ષેત્ર હોય છે, તે ક્ષેત્ર છેડીને ત્યાંથી આગળના આ બાજુના સમગ્ર ભાગમાં (ભારત સૂર્યાસ્ત સ્થાન સુધીના પાશ્ચાત્યક્ષેત્રોમાં) સર્વત્ર અંધકાર હોય છે.
આ પ્રશ્નનપૂર્વક સમાધાન આપવાની વિશેષતા એટલા માટે ગ્રહણ કરવી પડી છે કે, આપણે અહીં સૂર્યોદય થાય છે ત્યારે અમુક પાશ્ચાત્ય દેશોમાં અંધકાર હોય છે તથા અમુક જુદા જુદા ક્ષેત્રમાં રાત્રિ અથવા દિવસના અમુક અમુક વાગ્યા હોય છે. આ પ્રમાણે આપણી અપેક્ષાના સૂર્યોદય અને સૂર્યાસ્ત ત્યાંના કાળની અપેક્ષાએ ઘણું અંતરવાળા હોય છે તેમાં કારણ શું છે? તે ખ્યાલમાં લાવવા માટે છે.
આ પાશ્ચાત્ય દેશો મધ્યભરતથી (અયોધ્યાની) પશ્ચિમ દિશા તરફ-પશ્ચિમ સમુદ્ર તરફ રહેલા છે અત્યારને પાશ્ચાત્ય વિભાગ તે અદશ્ય દેશની અપેક્ષાએ ઘણે થોડો કહી શકાય, અસ્તુ.
ત્યારે શું થયું કે પૂર્વ નિષધ ઉપર રહેલો ભારત સૂર્ય ભરતક્ષેત્રે (અધ્યામાં) જ્યારે ઉદય પામે ત્યારે સર્વ પાશ્ચાત્ય દેશે–એટલે અત્યારના દષ્ટિગેચર તથા અદષ્ટિગોચર સર્વસ્થાને અંધકાર હોય કારણ કે ભારત સૂર્ય હજુ ભારતમાં (અયોધ્યામાં) ઉદય પામ્યો છે તેથી (અયોધ્યાથી) આગળ તે તે સૂર્યના તેજની લંબાઈ સમાપ્ત થવાથી આગળ પ્રકાશ આપી શકતો નથી, ઐરાવત સૂર્ય તો એરવત ક્ષેત્ર તરફ ઉદય પામેલ છે એથી આ બાજુ પશ્ચિમના અનાર્ય દેશો તરફ કઈ પ્રકાશ આપવાની ઉદારતા કરી શકે તેમ નથી એટલે ભરતથી પશ્ચિમ દિશા તરફના ક્ષેત્રમાં અને એરવત ક્ષેત્રાશ્રયી પશ્ચિમ દિશા તરફના ક્ષેત્રમાં એમ બન્ને દિશાગત ક્ષેત્રમાં બધે સૂર્યોના તેજના અભાવે રાત્રિકાળ વર્તતો હોય છે.
આથી સ્પષ્ટ જણાશે કે ભારતમાં (અધ્યામાં) સૂર્યોદય હોય તે કાળે