________________
®©
જે માણસ પોતાની સ્ત્રીને તજીને પરસ્ત્રીને સેવવાને ઇચ્છે છે, તે દુર્બુદ્ધિવાળો માણસ દેવતાની ન ગરીને છોડીને ગોવાળીયાઓની ઝુંપડીમાં રહેવા ઇચ્છે છે. સુવર્ણ માટે મેરુપર્વતની ભૂમિને તજીને ઉકરડાને ખોદવા ઉત્કંઠિત થયો છે તેમજ નિર્મળ જળ તજીને ગામડાની ગટરનું પાણી પીવાને ઇચ્છે છે. ।।૧૨૪।।
કામદેવના રંગથી રંગાયેલ અન્ય પુરુષો પોતાની સ્ત્રીને ઇચ્છે તો પોતાને જેમ ક્રોધ ચડે છે તેમ બીજાને પણ ક્રોધ ચડે એવું માનતા સજ્જનપુરુષો પરસ્ત્રીનો ત્યાગ કરે છે. ૧૨૫ા
કાન, નાક, સ્પર્શ, આંખ તથા જીભના વિષયોથી (અનુક્રમે) મૃત્યુને પામેલા મૃગલાઓ, ભ્રમરાઓ, હાથીઓ, પતંગીયાઓ અને માછલાઓને જોઈને અત્યંત બેચેન બનેલો બુદ્ધિશાળી માનવી સદાચારરૂપી વન રાજીને ઉખેડવા માટે મદોન્મત્ત હાથી જેવા ઈન્દ્રિયોના સમૂહને અંકુશમાં રાખે છે. ।।૧૨૬।।
CD
{e ©e