________________
જેને માટે ધન એ જ પ્રેમ છે, ધન એ જ નિરૂપમ રૂપ છે અને ધન એ જ સુંદર આચાર છે વળી જેને માટે અસીમ બુદ્ધિ પણ ધન જ છે તથા જેના દેવ અને ગુરુ પણ ધન જ છે એવી વેશ્યામાં કયો બુદ્ધિશાળી માનવી પ્રેમ રાખે? I૧૦૯ાા
હે પ્રાણી ! કામદેવરૂપી રાજાની સેના સમાન તે વેશ્યાઓની આંખની ક્રીડાનું (કટાક્ષોનું) તું સ્મરણ કર નહીં. કારણ કે સ્નેહ (તેલ) વિનાના જેના મનોહર રૂપરૂપી દીપકની જ્યોતમાં ઘણા માણસો પતંગીયાની જેમ પડે છે. (અને નાશ પામે છે) ૧૧૦ના
વિકટ એવા જંગલમાં ભમતા મૂઢ એવા શિકારી લોકોવડે સુખપૂર્વક વસતા બધા જ જંગલી પ્રાણીઓ ત્રાસ પામે છે. તેઓની સાથે વિપત્તિની આગાહી જ જાણે કરતા ન હોય એ રીતે ઉંચુ મુખ રાખી ભસતા કુતરાઓ ભમે છે. તથા વિવિધ શસ્ત્રોવડે વીંધાતા પશુઓની સાથે જ તેઓનું તમામ પુણ્ય પણ વીંધાય છે. (નાશ પામે છે) I૧૧૧ાા