________________
છે. પશ્ચિ00
મૂઢમતિવાળા માણસો ઘરે ઘરે જે ભમે છે, નાગા થઈને ચોકમાં જે સુવે છે, ઉઘાડું મોઢું રાખી ભૂમિપર જે પડે છે, જોર જોરથી જે બરાડા પાડે છે, આંખો મીંચીને શેરીમાં જે ઘુસે છે, અપશબ્દો બોલે છે તથા ઘણું જે રુવે છે તે બધો મદ્યપાનનો જ પ્રભાવ છે. ll૧૦૩
@
STS 3
83
.TE
રોગની પરાકાષ્ઠા સમી, વિપત્તિઓના સ્થાન સમી, ઉન્માદથી મત્ત થયેલી બુદ્ધિના ધામ સમી, ખરાબ વાણીની ગુફી સમી, અપકીર્તિના સ્થાન સમી, પાપોની ખાણ સમી, યુદ્ધના આધાર સમી, ક્રોધની સભા સમી, ભયની સંભોગભૂમિ સમી, તથા આચાર-વિચારના સુંદર વ્યવહારને નિવારનારી એવી મદિરાને તું મૂકી દે. ૧૦૪
63592656.25 5...
બુદ્ધિરૂપી કમલિનીને ઉખેડવા માટે હાથી સમાન, કુતર્કરૂપી અગ્નિને પ્રજ્વલિત કરવા માટે અગ્નિદેવતા સમાન, પ્રમાદરૂપી રાજાના દયા અને દૈન્યરૂપી સૈન્યને પ્રગટ કરનાર, સંકટરૂપી જલના સાગર સમાન, કષાયરૂપી પૃથ્વીને પ્રાપ્ત કરાવનાર સાથી સમાન તથા વિપત્તિરૂપી નગરીના માર્ગે વહાન સમાન મદિરાપાનને તું છોડ. ૧૦પા.