________________
જે ભક્તિનો ભંગ કરે છે. વિનયનો વિનાશ કરે છે. તૃષ્ણાને પુષ્ટ કરે છે. શ્રેષ્ઠ અને અવિનાશી પરાક્રમનો તિરસ્કાર કરે છે. આરાધનાનો અનાદર કરે છે તથા ન્યાયને દૂર કરે છે એવા વિપત્તિના માર્ગને ઉત્પન્ન કરનારા જુગારને તમે દૂર કરો. ।।૯।।
જે બેવકૂફ માણસ જુગારની ક્રીડા કરીને ધનની ઈચ્છા કરે છે તે મુરખનો સરદાર ઘરમાં વાંઝણી સ્ત્રીને પત્ની બનાવીને પુત્રોને ઈચ્છે છે. મેરુપર્વત ઉપરથી ઝંપાપાત કરીને જીવવાને ઈચ્છે છે તથા છિદ્રવાળા નાવમાં બેસીને તે દરિયાના કિનારે પહોંચવાની ઈચ્છા રાખે છે. ।।૯૨
જેનામાં લુબ્ધ થયેલો માનવી ભૂતના વળગાડથી અભિભૂત થયેલાની જેમ ભાઈઓ તરફ નજર પણ કરતો નથી, જેનામાં એકાગ્ર બનેલો પુરુષ તાવથી પીડિતની જેમ ભોજનની વાતને પણ સાંભળતો નથી તથા જેનામાં આસક્ત થયેલો માનવી દારુથી મૂર્ચ્છિત થયેલાની જેમ લજ્જાનો ત્યાગ કરે છે. ધનનો વિનાશ કરનારા તેવા જુગારનો હે મિત્ર ! તું મૂર્ખ સાથેની મૈત્રીની જેમ તરત જ ત્યાગ કર. ।।૯૩॥