________________
જગતમાં સ્વચ્છંદરીતે ભમતા આ ચિત્તરૂપી રાક્ષસને પુણ્યકાર્યોરૂપી મનોજ્ઞ મંત્રોવડે જેઓએ નિયંત્રિત કર્યો છે, સમાધિને ભજનારા તેઓનો સકલ સુખને પોષનારા એવા સિદ્ધિ મહેલમાં કાયમી નિવાસ થયો છે. ૮૮ાા
જેમ હાથવડે આરિસાને વહન કરવા છતાં પણ બન્ને આંખ વિના માનવી પોતાના રૂપને જોઈ શકતો નથી તેમ બધા ધર્મકાર્યો કરવા છતાં પણ મનની શુદ્ધિ વિના તે સફળતાને પામી શકતા નથી. ૮૯ાા
મુક્તિરૂપી સ્ત્રીની દૂતી સમાન એવી મનની શુદ્ધિને ઉત્પન્ન કરવાનું જો મન હોય તો હે મિત્ર ! કંચન અને કામિનીમાં લોભાતા તારા હૃદયનું તારે રક્ષણ કરવું જોઈએ કારણ કે શિલા ઉપર જેમ કમળો ખીલતાનથીતેમલોભના ભારથી અભિભૂત થયેલા હૃદયમાં આત્મહિતમાં ઉપયોગી મનની શુદ્ધિ પ્રગટ થતી નથી. II૯૦ના