________________
oથક
2
©.
જો શેષનાગ પોતાની જીહાઓ આપે, બ્રહ્મા પોતાનું આયુષ્ય આપે, મેપર્વત ધૈર્ય આપે, બૃહસ્પતિ વાણીનું અતુલ કૌશલ્ય આપે, મહાદેવ સર્વશપણું આપે અને ચન્દ્ર પોતાની મનોહર કળાઓ આપે તો કદાચ મહાપુરુષોના સંગથી જે ગુણો ઉત્પન્ન થાય તેના વખાણ કરવા માટે શક્તિમાન થઈ શકાય. ૮૫
જો નિર્વિકારી વાણી હોય, શમરસથી ભરેલી આંખો હોય, પવિત્ર એવા શરીર ઉપર ધ્યાનની મુદ્રા હોય, ધીમી ધીમી ચાલવાલી ગતિ હોય, ક્રોધાદિનો નિરોધ કર્યો હોય અને પ્રસન્નતાપૂર્વક જંગલમાં નિવાસ કર્યો હોય તો ક્લેશ અને આવેશના દ્વારને છેદનારી શુદ્ધિ હૃદયમાં પોતાની મેળે જ આવે છે. પ૮૬ાા
ites
S
સુકૃતને સફળ કરવાના સાધનરૂપ મનની શુદ્ધિ જો ન હોય તો શરીરે રાખ ચોળવાથી શું થવાનું? ભૂમિ ઉપર આળોટવાથી શું મળવાનું? જટાનો આડંબર કરવાથી તથા શરીરને નગ્ન રાખવાથી શું થવાનું? તેમજ વાળનો લોચ કરવાથી અને ઘણા તપો તપવાથી પણ શું મળવાનું? (કાંઈ લાભ નહી મળે) ૮૭ી.