________________
જેમની કૃપાથી (જન્મ સમયે) પોરા જેવો પણ જે હાથી જેવા દેખાવને પ્રાપ્ત કરે છે તે માત-પિતાના ચરણોની સેવા તે પુત્ર શું ન કરે? (અવશ્ય કરે જ) પા
હે સુખાભિલાષી બંધુ ! જો તે દીપ્તિમંત દીવાની જેમ તત્ત્વ (વસ્તુ) ને પ્રકાશિત કરવામાં સમર્થ અને પ્રગટ પ્રભાવવાળા ગુરુનો આદર ન કર્યો તો પાણીમાં કરેલા વલોણાની જેમ વ્યર્થ ભાતભાતની ક્રિયાઓના સમૂહને કરવાથી શું? (અર્થાત્ કોઈ લાભ નહી થાય) ।।૫૬।।
જે જીવોની હિંસા કરતા નથી, અસત્ય ભાષા બોલતા નથી, ચોરી કરતા નથી, સ્ત્રીઓના ભોગોને કરતા નથી તથા જે ચિત્તમાં પણ કયારેય સુવર્ણાદિ પરિગ્રહને લેવાની ઈચ્છા ધરતા નથી એવા નિર્દોષ ગુરુને સંસારને તરવાની ઈચ્છાવાળા મનુષ્યોએ સારી રીતે સેવવા યોગ્ય છે. ।।૫।।