________________
નાગણ જેમ જીવંત દેહને હણે તેમ જે પ્રાણીઓના વિશ્વાસને હણે છે, (વિશ્વાસઘાત કરે છે) ગંદકીનો સ્પર્શ જેમ પવિત્રતાને દૂર કરે છે તેમ જેનો સ્પર્શ મૈત્રીને દૂર કરે છે અને શુક્લ પક્ષ જેમ ચંદ્રની કળાને ખીલવે તેમ કુટિલતાની કલાને ખીલવે છે એવી પ્રગતિની ક્ષતિ કરનારી માયાને સાપ જેમ કાચળીને મૂકે તેમ કોણ ન મૂકે? IT૪૩
જેમ તુચ્છ ફળના ભારથી નમેલા વૃક્ષો પગલે પગલે મળે છે પરંતુ સુંદર ફળોવડે ત્રણે ભુવનને ખુશ કરનારા કલ્પવૃક્ષો અલ્પ હોય છે તેમ કપટ કળાઓમાં કુશળ લોકો આ જગતમાં ઘણા છે પરંતુ સરળતારૂપી સુંદર અને શ્રેષ્ઠ તેજના સ્થાન ભૂત લોકો ખરેખર વિરલા જ હોય છે સા૪૪
હે પ્રાણી ! પાર્વતી જેવી માયાના સંપર્કને તું મૂક કારણ કે જેના સંગથી મહાદેવ પણ ભયંકરતાને ધારણ કરે છે. હે પ્રાણી ! રાત્રી જેવી માયાના સંપર્કને તું મૂક કારણ કે જેના સંગથી શ્રીમંત એવો પણ પુરુષ ભયવાળો થાય છે. I૪પી