________________
જેમ અગ્નિ વિના રસોઈનો પાક ક્યારેય થતો નથી, કોમળ માટીના પિંડ વિના ઘડો ક્યારેક બનતો નથી અને તાંતણાઓના સમૂહ વિના ઉત્તમ વસ્ત્ર ક્યારેય બનતું નથી તેમ ઉત્કટ તપ વિના કર્મોનો નાશ ક્યારેય થતો નથી. રા.
?
કઈ
સુખરૂપી કમળને વિકસિત કરવામાં સૂર્ય સમાન, શીલરૂપી વૃક્ષને સિંચવામાં જલધારા સમાન, વિષયરૂપી પંખી માટે પાશ સમાન, ક્લેશની વેલડીને બાળવામાં અગ્નિ સમાન, કામદેવના મુખને ઢાંકવામાં ઢાંકણા સમાન, સ્વર્ગના માર્ગે ગમન કરવામાં એકમાત્ર વાહન સમાન અને મોક્ષના મૂળ કારણ સમાન ઉત્તમ તપને તમે નિઃસ્વાર્થભાવે કરો પારકા
no
છે
Po
મનોહર માર્ગને છોડીને યથેચ્છ રીતે વિચરતા ઈન્દ્રિયોરૂપી હાથીઓ માટે તપ એ અંકુશ સ્વરૂપ છે. તેથી તેમના દમન માટે સ્વાદમાં મૂચ્છને ત્યજીને મહાન્ પદની (મોક્ષ) ભેટ દેનાર તે તપમાં તમે યત્ન કરો. ર૪ો.
0I