________________
કાવ્ય કાવ્યકળામાં કુશળ લોકોને, ગીત સંગીતપ્રેમીઓને, સ્ત્રી કામાગ્નિની પીડાથી વ્યાકુળ લોકોને, કથા કથારસિકોને, ચાતુર્ય લાંબુ વિચારવામાં ચતુર લોકોને ખુશ કરે છે પરંતુ દાન સર્વથી અધિક છે કારણ કે તે એક સાથે ત્રણે જગતને ખુશ કરે છે. ૧૬
શીલથી જ માનવ અને દેવસંબંધી સંપત્તિઓ અને સેનાઓ પ્રાપ્ત થાય છે. શીલથી જ ચંદ્ર જેવી ઉજ્વલ કીર્તિ વિશ્વમાં ફેલાય છે. શીલથી જ ઉત્તમ શક્તિઓ અને સત્તાઓ આવીને પગમાં પડે છે અને શીલથી જ સઘળી ઋદ્ધિઓ અને સિદ્ધિઓ હસ્તપુટને પાવન કરે છે (હસ્તગત થાય છે) I૧૭ના
022
સારી રીતે અભ્યસ્ત થયેલું શીલ પ્રિયતાને વિસ્તારે છે. યશને આપે છે. પવિત્ર એવી કીર્તિને ફેલાવે છે. સૌંદર્યનું સર્જન કરે છે. તેજનો વિસ્તાર કરે છે. કલ્યાણની શોભાને સિંચે છે. ઐશ્વર્યપણું આપે છે. ધૃતિને ધારણ કરાવે છે. દેવલોકમાં સ્થાન આપે છે અને (કૈવલ્ય) મોક્ષને હસ્તગત કરે છે. ll૧૮ાા
SC)