________________
જેઓ શીલનું સુંદર પાલન કરે છે એવા મનુષ્યો આ જગતમાં સંખ્યાબંધ છે. જેઓ અતિ કઠિન તપને તપે છે એવા મનુષ્યો પણ મોટી સંખ્યામાં છે અને જેઓ અતિ સુંદર ભાવને ધારણ કરે છે એવા પણ ઘણા છે પરંતુ જેઓ હાથી જેવું ઘણું દાન આપે છે એવા મનુષ્યો આ જગતમાં કો’ક જ હોય છે. ૧૩
પુત્રનો જન્મ થવાથી, મહાદેવી પ્રસન્ન થવાથી, ઐશ્વર્યાની અને સત્તાની પ્રાપ્તિથી, લક્ષ્મીનો અને ભોગનો સ્થિર યોગ થવાથી, સુવર્ણ રસાયણની પ્રાપ્તિ થવાથી અને પ્રિયજનોનો કાયમી મેળાપ થવાથી મુખ જેવું પ્રફુલ્લિત થાય તેવું પ્રફુલ્લિત મુખ દાનવીર માણસનું ‘દેહિ’ (આપો) એવા બે અક્ષર સાંભળવા માત્રથી જ થાય છે. ૧૪ો.
વૈર્ય ભલે દૂર ભાગી જાઓ, ધ્યાન ભલે અગ્નિ માં પડો, શૌર્ય ભલે જીર્ણ થાઓ, ચતુરાઈ ભલે ભીમ અટવીમાં જાઓ, રૂપ ભલે કૂવામાં જઈ પડો, મતિ ભલે મૂચ્છ પામો અને વંશ ભલે નાશ પામો પરંતુ એક ત્યાગ (દાન) રહો જેનાથી અછતી એવી પણ આ બધી ચીજો જલ્દી પ્રગટ થાય છે. I૧૫ના
પછીe૭